હિમાંશુ ભટ્ટ/મોરબી :લોકસભા 2019ની ચૂંટણીમાં રાજકોટ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરાના દીકરાનું અકસ્માતમાં મોત થયું છે. લલિત કગથરાના દીકરા વિશાલ કગથરાનું પશ્ચિમ બંગાળમાં એક અકસ્માતમાં મોત નિપજ્યું છે. વિશાલ કગથરા પરિવાર અને મિત્રો સાથે ગંગટોક ફરવા ગયો હતો. ત્યારે શીલીગુડીથી બહેરામપુર વચ્ચે વોલ્વો બસને અકસ્માત થયો હતો. જેમાં વિશાગ કગથરાનું મોત થયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોમનાથમાં શિશ ઝૂકવતા પહેલા અમિત શાહે હેલિકોપ્ટરથી કરી મંદિરની પ્રદક્ષિણા


વિશાલ કગથરા તેના પરિવાર સાથે પશ્વિમ બંગાળની ટુર પર ગયો હતો. તે કોલકાત્તાથી ફ્લાઈટમાં પરત ફરવાના હતા, પરંતુ ફ્લાઈટ ચૂકી જતા, તેઓ બાય રોડ બહેરામપુરા આવવા નીકળ્યા હતા. તેઓ જે વોલ્વોમાં સવાર હતા, તે એક ટ્રક સાથે અથડાઈ હતી. જેમાં ગંભીર રીતે ઘાયલ થયેલ વિશાલનું એક્સિડન્ટમાં મોત નિપજ્યું હતું. 


ગુજરાતના માછીમારનું કુવૈતમાં મોત, મધદરિયે ચાંચિયાઓએ ધડાધડ 3 ગોળીઓ મારી


[[{"fid":"215743","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"KagatharaAccident.jpg","field_file_image_title_text[und][0][value]":"KagatharaAccident.jpg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"KagatharaAccident.jpg","field_file_image_title_text[und][0][value]":"KagatharaAccident.jpg"}},"link_text":false,"attributes":{"alt":"KagatharaAccident.jpg","title":"KagatharaAccident.jpg","class":"media-element file-default","data-delta":"1"}}]]


આ ઘટનાને પગલે કોંગ્રેસના પ્રદેશ મોવડીઓ તાત્કાલિક મદદે પહોંચ્યા હતા. તેમજ વિશાલના મૃતદેહને વતનમાં પરત લાવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. કોંગ્રેસના નેતાઓ દ્વારા આ ઘટના અંગે શોક વ્યક્ત કરાયો છે. 


એક ટીપુ પાણી માટે ગુજરાતના આ ગામના લોકોને લગાવવી પડે છે મોતની ડુબકી  


માથુ રાખ્યું હતું બારીની બહાર
પ્રાપ્ત માહિતી અનુસાર, વિશાલ કગથરાએ પોતાનુ માથુ બારીની બહાર રાખ્યું હતું. ત્યારે બાજુમાંથી અચાનક ટ્રક પસાર થતા તેનુ માથુ ટ્રક સાથે અથડાયુ હતું. જેથી તેને ગંભીર ઈજાઓ પહોંચી છે. જોકે, આ અકસ્માત બહુ જ ગંભીર હતો. અકસ્માતમાં વોલ્વો બસની હાલત પરથી સમજી શકાય છે કે, મુસાફરો કેવી રીતે ઈજાગ્રસ્ત થયા હશે. આ અકસ્માતમાં અન્ય કેટલા લોકો મૃત્યુ પામ્યા છે તેની માહિતી હજી સામે આવી નથી.