હાર્દિક પટેલ જાય તેલ લેવા... જાણો કયા ધારાસભ્યએ આવુ કહીને ચોંકાવ્યા, જુઓ વીડિયો
રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ગુજરાતના એક પછી એક સાત ધારાસભ્યોના નામ ખૂલ્યા છે, જેઓએ ક્રોસ વોટિંગ કર્યુ છે. આ તમામ કોંગ્રેસના ધારાસભ્યો છે, જેણે કોંગ્રેસના જ પીઠમાં ખંજર ભોંક્યુ છે. જેમાં ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાનુ નામ પણ સામેલ છે. લલિત વસોયા એ જ ધારાસભ્ય છે, જેઓનુ નામ કોંગ્રેસની નારાજગી સામે ચઢ્યું હતું. હાર્દિક પટેલની સાથે લલિત વસોયા પણ કોંગ્રેસ સાથે છેડો ફાડશે તેવી વાત ચર્ચાઈ હતી. ત્યારે હવે લલિત વસોયાએ ક્રોસ વોટિંગ વિશે પૂછતા સીધુ જ કહી દીધુ હતુ કે, હાર્દિક પટેલ જાય તેલ લેવા.
રાજકોટ :રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ગુજરાતના એક પછી એક સાત ધારાસભ્યોના નામ ખૂલ્યા છે, જેઓએ ક્રોસ વોટિંગ કર્યુ છે. આ તમામ કોંગ્રેસના ધારાસભ્યો છે, જેણે કોંગ્રેસના જ પીઠમાં ખંજર ભોંક્યુ છે. જેમાં ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાનુ નામ પણ સામેલ છે. લલિત વસોયા એ જ ધારાસભ્ય છે, જેઓનુ નામ કોંગ્રેસની નારાજગી સામે ચઢ્યું હતું. હાર્દિક પટેલની સાથે લલિત વસોયા પણ કોંગ્રેસ સાથે છેડો ફાડશે તેવી વાત ચર્ચાઈ હતી. ત્યારે હવે લલિત વસોયાએ ક્રોસ વોટિંગ વિશે પૂછતા સીધુ જ કહી દીધુ હતુ કે, હાર્દિક પટેલ જાય તેલ લેવા.
રાષ્ટ્રપતિ ચૂંટણીમાં કુલ 10 ધારાસભ્યો એવા છે, જેમણે પાર્ટી લાઈનથી વિરુદ્ધ જઈને મતદાન કર્યુ છે. જેમાં 7 કોંગ્રેસના ધારાસભ્યો છે. આ ધારાસભ્ય એવા છે જેઓ અગાઉ કોઈને કોઈ મુદ્દે કોંગ્રેસ સામે નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે. આ વખતે તેઓએ અંતરઆત્માનો અવાજ સાંભળીને ક્રોસ વોટિંગ કર્યુ છે. કોંગ્રેસના 7 ધારાસભ્યોમાં ધોરાજીના ધારાસભ્ય લલિત વસાયોનું નામ પણ ક્રોસ વોટિંગ માટે સામે આવ્યું છે. સૂત્રો અનુસાર લલિત વસોયાએ ક્રોસ મતદાન કર્યું છે.
આ પણ વાંચો : આજે ગુજરાતની તમામ ખાનગી હોસ્પિટલ હડતાળ પર, સારવાર માટે જવાના હોય તો ખાસ જાણી લો આ સમાચાર
તો લલિત વસોયાનુ નામ હાર્દિક પટેલ સાથે હંમેશા જોડાયુ છે. પછી તે પક્ષ છોડવાની વાત પણ કેમ ન હોય. તેઓ પાટીદાર આંદોલન અને હાર્દિક સાથે જોડાયેલા હતા. હાર્દિક પટેલ હવે ભાજપમાં જતા રહ્યા છે. ત્યારે જ્યારે ક્રોસ વોટિંગ વિશે લલિત વસોયાને પૂછવામાં આવ્યુ હતું કે, મારુ નામ દરેક ચૂંટણી અને મુદ્દામાં આવે છે. આ કારણે અમારા વિસ્તારમાં અમે શંકાના દાયરામાં આવીએ છીએ. હાર્દિક પટેલ ગયો તેલ લેવા. હાર્દિક પટેલ સાથે અમારે કોઈ લેવાદેવા નથી.
આ ઉપરાંત, જૂનાગઢના ધારાસભ્ય હર્ષદ રીબડીયા, પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ, જામનગરના ધારાસભ્ય ચિરાગ કાલરીયા, પાલનપુરના ધારાસભ્ય મહેશ પટેલ અને જંબુસરના ધારાસભ્ય સંજય સોલંકીએ પણ ક્રોસ વોટિંગ કર્યાનું કહેવાય છે.