કોંગ્રેસના ધારાસભ્યોને આજે ગુજરાત લવાશે. 20થી વધુ ધારાસભ્યો 6 જૂનથી રાજસ્થાનના રિસોર્ટમાં છે. જેમને રાજ્યસભા મતદાન પૂર્વે તમામ ધારાસભ્યોને એકત્રિત કરાશે. આ તમામ ધારાસભ્યોને ચૂંટણીમાં મતદાનની તાલીમ આપવા આવશે. સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતના ધારાસભ્યોને પણ એકત્રિત કરવામાં આવશે. રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના 3 જેટલા ધારાસભ્યો રાજીનામાં આપી ચૂક્યા છે. ત્યારે વધુ ધારાસભ્યો રાજીનામાં ન આપે તે માટે તમામ ધારાસભ્યોને કોંગ્રેસ અલગ અલગ રિસોર્ટમાં લઇ ગઇ છે. તેમાં 20થી વધુ ધારાસભ્યોને રાજસ્થાનના રિસોર્ટમાં રાખવામાં આવ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે કોંગ્રેસ ધારાસભ્યોને એકત્રિત કરશે અને રાજ્યસભા ચૂંટણીના મતદાનની તાલીમ આપશે. જેના ભાગરૂપે આજે 20થી વધુ ધારાસભ્યોને રાજસ્થાનથી ગુજરાતમાં લવાશે. તેમજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ધારાસભ્યોને પણ એકઠા કરાશે. કોંગ્રેસ આ ધારાસભ્યોને ગાંધીનગર નજીક રિસોર્ટમાં રાખે તેવી શક્યતા છે.


અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત સહિત અન્ય રાજ્યોની 18 બેઠકો માટે રાજ્યસભાની ચૂંટણીની  19 જૂને યોજાવાની છે. જેમાં ગુજરાતની 4 બેઠકો પર ચૂંટણી યોજાશે. 19મી જૂનના રોજ સવારે 9થી સાંજે 4 વાગ્યા સુધી મતદાન થશે અને 5 વાગ્યાથી મતગણતરી શરૂ થશે.