‘લોકશાહી બચાવો’ના સૂત્રોચાર સાથે કોંગ્રેસના ધારાસભ્યોએ અધ્યક્ષ કચેરી બહાર કર્યા ધરણાં
ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો ગાંધીનગર ખાતે સૂત્રોચ્ચાર સાથે અધ્યક્ષ સુધી પહોંચીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં વિપક્ષના નેતા પરેશ ધાનણી પર ઉપસ્થિત રહ્યા હતા. તલાલા બેઠકના ધારાસભ્ય ભગવાનભાઇ બારડને અધ્યક્ષ દ્વાર ગેરલાયક ઠેરવીને સસ્પેન્ડ કર્યા હોવાથી કોંગ્રેસના ધારાસભ્યો અને વિપક્ષના નેતાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.
હિતલ પારેખ/ગાંધીનગર: ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો ગાંધીનગર ખાતે સૂત્રોચ્ચાર સાથે અધ્યક્ષ સુધી પહોંચીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં વિપક્ષના નેતા પરેશ ધાનણી પર ઉપસ્થિત રહ્યા હતા. તલાલા બેઠકના ધારાસભ્ય ભગવાનભાઇ બારડને અધ્યક્ષ દ્વાર ગેરલાયક ઠેરવીને સસ્પેન્ડ કર્યા હોવાથી કોંગ્રેસના ધારાસભ્યો અને વિપક્ષના નેતાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.
લોકશાહી બચાવોના સૂત્રોચ્ચાર કરીને ભગાભાઇમને ન્યાય આપવાની વાત કરવામાં આવી હતી. અઘ્યક્ષ ઓફિસની બહાર કોંગ્રેસના ધારાસભ્યો અને વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ વિરોધ પ્રદર્શન કરીને ભગાભાઇ બારડને ગેરબંઘારણીય રીતે ખોટુ અર્થઘટન કરીને સભ્ય પદને ગેરલાયક ઠેરવતા કોંગ્રેસે અધ્યક્ષ ઓફિસનો ધેરાવો કર્યો હતો.
હાર્દિકને ‘કોંગ્રેસ’ મળ્યું, પણ પાટીદાર આંદોલન સમયે ઘાયલ યુવાનનું આખું જીવન વિખેરાઈ ગયું
ધારાસભ્યો અને પ્રતિનિધિમંડળે બપોરના સમયે અઘ્યક્ષ ઓફિસ પાસે રામધૂન શરૂ કરીને લોકશાહી બચાવોના નારા લગાવીને વિધાનસભાના અઘ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને ઉગ્ર રજૂઆત કરી હતી. ત્યારે તલાલા વિઘાનસભા બેઠક પર પેટા ચૂંટણી કરવાની જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા આ ચૂંટણીને રદ કરીને ભગવાનભાઇ બારડને તેમનું સભ્યપદ પાછુ મળે તેવી રજૂઆત કરી હતી.
કોંગ્રેસના ધારાસભ્યોએ તેમાન ધારસભ્યને ગેરલાયક ગણાવતા અઘ્યક્ષ કચેરી બહાર ધરણાં કરીને સૂત્રોચાર કર્યા હતા. ત્યારે વિપક્ષના નેતાએ આ અંગે જણાવ્યું કે સત્યનો વિજય થશે અમને ન્યાય પાલિકા પર વિશ્વાસ છે. પરંતુ જો આ અંગે ન્યાય નહિ મળે તો સુપ્રિમ કોર્ટ સુધી લડત આપવા માટે આહવાન કર્યું હતું. કોંગ્રેસના ધારાસભ્યો અધ્યક્ષના ચેમ્બરની બહાર ધરણા પર ઉતર્યા બાદ આખરે બે મિનીટનું મૌન પાડીને વિદાય થયા હતા.