Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સ્ટાર પ્રચારકો હાલ રાજ્યના અનેક વિસ્તારોમાં ચૂંટણી સભાઓ ગજવી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ સાસંદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મનિષ તિવારી ગુજરાત પહોંચ્યા છે. જ્યાં તેમણે અમદાવાદમાં એક જનસભા સંબોધી. જેમાં મનિષ તિવારીએ મોરબી દુર્ઘટના વિશે નિવેદનબાજી કરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોરબી દુર્ઘટના પર બોલ્યા મનિષ તિવારી
મનિષ તિવારી મોરબી દુર્ઘટના પર જણાવ્યું હતું કે, આ ગંભીર દુર્ઘટનામાં 141 લોકોના મોત થયા છતા કોઇ કાર્યવાહી સરકારે ન કરી. ગુજરાત હાઇકોર્ટે ટકોર કરવી પડી છતા કોઇ કાર્યવાહી ન થઇ. મારો સવાલ છે કે આ ઘટનામાં જવાબદાર મોટા આરોપીઓની કેમ ધરપકડ ન થઇ. મનિષ તિવારીએ વધુમાં જણાવ્યું હતું કે, ભાજપ સરકારમાં અંહકાર મોટો થયો છે, તેથી તેઓ કોઇ કાર્યવાહી કરતા નથી. ગુજરાતની જનતાને અપીલ છે કે હવે ભાજપનો અંહકાર તોડવો જોઇએ. 2017માં ફરી એકવાર ભાજપને મોકો મળ્યો, પણ પાંચ વર્ષમાં ત્રણ સીએમ બદલવા પડ્યા. 


આપ પાર્ટી પર બોલ્યા કોંગ્રસ નેતા મનિષ તિવારી
મનિષ તિવારીએ આપ આદમી પાર્ટી પર જણાવ્યું હતું કે, પંજાબમાં જો આપ સફળ થઇ હોત તો કેમ હિમાચલ પ્રદેશમાં પાર્ટી ચૂંટણી ન લડી. છેલ્લા છ મહિનામાં પંજાબ કાનુન વ્યવસ્થા કથડી છે. 2004-2014 માં UPA સરકાર હતી. નિર્મલા સિતારમણે 27 કરોડ લોકોને ગરીબી રેખાથી ઉપર લાવ્યા, પરંતુ હકીકત છે કે 23 કરોડ લોકો ગરીબી રેખાથી નીચે ગયા છે. છેલ્લા 8 વર્ષમાં સુટબુટ વાળાની સંપતિમાં અધધધ વધારો થયો છે. નોટબંદી અને GSTના કારણે 2.30 લાખ લઘુ ઉદ્યોગ બંધ થઈ ગયા છે. ભાજપ સરકારે સ્મશાનના રિનોવેશન કરાવવા ઉપર પણ GST લાગુ કરી દીધો છે. 


મનિષ તિવારીએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતની જનતાને વિનંતી છે કે 5 વર્ષ સરકાર ચલાવવા કોંગ્રેસને મૌકો આપો. આ 5 વર્ષની સરખામણી કરજો. અમારી સરકાર ગરીબો અને OBC વર્ગ માટે ખૂબ સારું કામ કરશે. પંજાબમાં છેલ્લા 6 મહિનામાં કાયદો વ્યવસ્થા કથળી રહી છે, પંજાબને ચલાવવા માટે અનુભવની જરૂર છે જે અનુભવ આપ પાસે નથી. ગુજરાતની જનતાને વિનંતી છે કે પંજાબ જેવી ભૂલ ના કરે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube