કોંગ્રેસ હવે તાંત્રિકોના શરણે? શૈલેષ પરમાર અને શહેઝાદ સામે કાળા જાદુનો ઓડિયો વાયરલ
ગુજરાત કોંગ્રેસમાં તાંત્રિક વિધિની ઓડિયો ક્લિપ વાયરલ થતા ચકચાર મચી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોંગ્રેસે શહેઝાદ પઠાણને વિપક્ષના નેતા બનાવ્યા છે. જેના પગલે દાણીલીમડાથી કોંગ્રેસના કોર્પોરેટર જમના વેગડાની વિપક્ષી નેતા તરીકે પસંદગીના થતા કાળા જાદુનો સહારો લીધો છે. આ અંગેની ઓડિયો ક્લિપ હાલ ખુબ જ વાયરલ થઇ રહી છે.
અમદાવાદ : ગુજરાત કોંગ્રેસમાં તાંત્રિક વિધિની ઓડિયો ક્લિપ વાયરલ થતા ચકચાર મચી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોંગ્રેસે શહેઝાદ પઠાણને વિપક્ષના નેતા બનાવ્યા છે. જેના પગલે દાણીલીમડાથી કોંગ્રેસના કોર્પોરેટર જમના વેગડાની વિપક્ષી નેતા તરીકે પસંદગીના થતા કાળા જાદુનો સહારો લીધો છે. આ અંગેની ઓડિયો ક્લિપ હાલ ખુબ જ વાયરલ થઇ રહી છે.
આ કથિત ઓડિયોમાં AMC ના વિપક્ષના નેતા અને દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમાર પર વિધિ કરવાની વાત થઇ રહી છે. આ વાયરલ ઓડિયો અંગે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે તપાસ કરવા માટેના આદેશ આપ્યા છે. આ ઓડિયો ક્લિપ જો સાચી ઠરે તો જમના વેગડા વિરુદ્ધ પક્ષ દ્વારા કડક કાર્યવાહી પણ કરવામાં આવી શકે છે.
વાયરલ થઇ રહેલી ઓડિયો ક્લિપ અનુસાર અમદાવાદ દાણીલીમડાના કોર્પોરેટર જમના વેગડા નામની મહિલા છે. તેની સામે એક તરફ હમીદા ખત્રી નામની તાંત્રિક મહિલા છે. આ ઓડિયોમાં એક મહિલા પોતે જમના વેગડા હોવાનો ત્રણ તસ્વીરો મોકલી હોવાની વાત કરે છે. જેમાં એક તસવીર પોતાની પણ હોવાનો દાવો કરે છે.
ઓડિયો ક્લિપમાં જમના બેન તરીકે બોલતી મહિલાએ કહ્યું કે, શહેઝાદ ખાન પઠાણ જે ખુરશી પર બેઠો હતો. પહેલા મારે બેસવાનું હતું. જો કે શૈલેષ પરમારની સાંઠગાંઠથી વિપક્ષી નેતા બની ગયો છે. હવે મારૂ કોઇ સાંભળતું નથી. મારુ અપમાન કરે છે. ત્યાર બાદ સામે છેડેથી મહિલા વિધી કરી આપવાની વાત કરે છે.
કોંગ્રેસના કોર્પોરેટર જમના વેગડાને નોટિસ આપી સમગ્ર મામલે ખુલાસો કરવા જણાવ્યું છે. જેમાં જમનાબેન દોષિત ઠરે તો તેઓને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી પણ પક્ષ દ્વારા કરવામાં આવશે. બપોર સુધીમાં તેઓ પાસે ખુલાસો માંગી કાર્યવાહી કરવામાં આવી શકે છે. જો કે આ અંગે હજી સુધી જમનાબેન સંપર્કવિહોણા છે.