• અમિત ચાવડાએ ગુજરાત સરકારને બાનમાં લેતા કહ્યું કે, હાલ ગુજરાત સરકારની નીતિ રોમ ભડકે બળતુ હોય ત્યારે નિરો વગાડે તેવુ છે


હિતલ પારેખ/ગાંધીનગર :ગુજરાત હાઈકોર્ટ આજે કહી ચૂક્યું છે કે, કોરોના મામલે લોકોને સરકાર પર ભરોસો નથી રહ્યો, તમારો વિશ્વાસ જગાવો. ગુજરાતમાં પરિસ્થિતિ વણસી રહી છે. ત્યારે ગુજરાત કોંગ્રેસે પર રૂપાણી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. વધતા કોરોના સંક્રમણ (corona virus) ને લઇને કૉંગ્રેસે ભાજપને એક ઓફર આપી છે. ગુજરાતમા સરકારને જયાં પણ જરૂર પડે કૉંગ્રેસ (congress) નાં કાર્યાલયો કોંવિડ સેન્ટરમાં ફાળવવા કૉંગ્રેસે સરકારને તૈયારી બતાવી છે. ગુજરાત રાજ્યનાં તમામ કૉંગ્રેસ કાર્યાલયો કોંવિડ સેન્ટરમાં ફેરવવા કૉંગ્રેસે પહેલ કરી છે. સાથે જ કહ્યુ કે, કોંગ્રેસ પોતાના કાર્યાલયોની પ્રિમાઇસીસ આપવા તૈયાર છે અને કહ્યું કે, તેમાં સરકાર મેડિકલ સુવિધાઓ આપે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાઈકોર્ટે રૂપાણી સરકારને ખખડાવીને કહ્યું, જાહેર કાર્યક્રમો બંધ કરાવો, લગ્ન-મરણ પ્રસંગને લઈને કરી મોટી વાત


અમિત ચાવડા (amit chavda) એ ગુજરાત સરકારને બાનમાં લેતા કહ્યું કે, હાલ ગુજરાત સરકારની નીતિ રોમ ભડકે બળતુ હોય ત્યારે નિરો વગાડે તેવુ છે. ધૃતરાષ્ટ્ર જેવી ગુજરાત સરકારની નીતિ છે. રાજ્યની જનતા સાથે ચેડા થઈ રહ્યાં છે. 


કોંગ્રેસે (gujarat congress) કહ્યું કે, રાજ્યપાલને વિનંતી કરી છે તાત્કાલિક તપાસના આદેશ આપે. 24 કલાકમાં રિપોર્ટ આપે. પ્રજાની સાથે અન્યથા પ્રજાની સાથે રહીને કોંગ્રેસ કાર્યવાહી કરશે. ગુજરાતની જનતાની સાથે ખેલી રહ્યા છે તે કોઈ સંજોગોમાં નહીં ચલાવી લેવામાં આવે. 


તમારા ઘરમાં કોઈના લગ્ન લેવાયા છે તો હાઈકોર્ટે કરેલી આ સૂચના જરૂર જાણો


તો બીજી તરફ, ગુજરાત હાઇકોર્ટના માર્ગદર્શન ઉપર કોંગ્રેસે નિવેદન આપ્યું કે, હાઇકોર્ટ દ્વારા અવારનવાર ઈન્ટરવિંગ કરવું પડે છે આ સરકાર સંપૂર્ણ રીતે નિષ્ફળ સરકાર છે. આવડતનો અભાવ છે અને ઇચ્છાશક્તિનો અભાવ છે. બીજી બાજુ લાખો લોકો સંક્રમિત થતા હોઈ લોકોના જીવ જતા હોય છે. ગુજરાતના લોકો હેરાન પરેશાન થતા હોય એવા સમયમાં પ્રજાને બચાવવા જે ત્વરિત નિર્ણયો લેવા જોઈએ. જે કાર્યવાહી કરવી જોઈએ કે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવતી નથી. નામદાર હાઇકોર્ટ સુઓમોટો કરીને આગળ વધે છે છતાં સરકાર સુધારવાનું નામ નથી લેતી. હાઇકોર્ટ સરકારને લેખિત અને કડક આદેશ આપે એ ગુજરાતની પ્રજા માટે જરૂરી છે. સરકાર કે મુખ્યમંત્રી હોય કે નાયબ મુખ્યમંત્રી હોય તેઓ નિવેદનબાજી કરવા માટે જાણીતા છે. ગુજરાતમાં ઠેરઠેર હોસ્પિટલોમાં જગ્યા નથી, લોકોના જીવ જઈ રહ્યા છે, અંતિમવિધિ કરવા માટે લાઈનો લાગી છે. ઇન્જેક્શન લેવા માટે ભટકવું પડે છે. ઇન્જેક્શનની કાળાબજારી થાય છે. ગુજરાતમાં અનેક પરિવારો ભયના ઓથાર હેઠળ જીવવા માટે મજબૂર થઈ ચૂક્યા છે. લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. સરકાર કોઈ પણ સ્થિતિમાં વહીવટ કરવા માટે સક્ષમ ન હોવાનો કોંગ્રેસે દાવો કર્યો છે. 


રાજકોટ બન્યું મિની વુહાન : લોકોને તેમના સ્વજનો હોસ્પિટલની ભીડમાં નથી મળ્યાં