હિતલ પારેખ/ગાંધીનગર :વિધાનસભામા થોડા સમય પહેલા નારાજ થયેલ કેતન ઇનામદાર ગૃહમાં બજેટ મામલે બોલવા ઉભા થયા હતા. ત્યારે કૉંગ્રેસનાં ધારાસભ્યોએ કેતન ઇનામદારને કહ્યું કે, તમારી નારાજગીનું શું થયું. ત્યારે આ આ દરમિયાન વિધાનસભા અધ્યક્ષે કૉંગ્રેસનાં ધારાસભ્યોને કટાક્ષમાં જવાબ આપ્યો હતો કે, કેતનભાઈ લોઇચુંબક જેવા છે. આપનામાંથી કોઈને આ બાજુ લઇ જશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 સરસ્વતીનો સાક્ષાત વાસ હોય તેવા શિક્ષણના ધામમાં શિક્ષિકા દારૂ પીને આવી, થઈ સસ્પેન્ડ 


કેતન ઈનામદારનો કોંગ્રેસને જવાબ
તો પોતાના વિશે થયેલી ચર્ચા મુદ્દે સાવલીના નારાજ ધારાસભ્ય કેતન ઇનામદારે જવાબ આપ્યો હતો કે, કંઇક મેળવવા માટે જીતેલ મથુરા છોડીને દ્વારકા જવું પડે છે. હું જે સારુ હોય તે સારુ અને ખરાબ હોય તે ખરાબ કહેવા માટે ટેવાયેલ છું. 


એક ધારાસભ્યને કારણે ભાજપમાં શરૂ થઈ કાનાફૂસી, ભાઈને જોઈએ છે CM વિજય રૂપાણી જેવી ખુરશી


નીતિન પટેલને લઈને કોંગ્રેસનો કટાક્ષ 
બજેટ સ્પીચ પર કૉંગ્રેસનાં ધારાસભ્ય લલિત કગથરાએ નીતિન પટેલ એકલા હોવાના નિવેદનને લઇને ગૃહમાં કટાક્ષ કર્યો હતો. તેઓએ કહ્યું હતું કે, નીતિનભાઈએ જો લોકઉપયોગી બજેટ આપ્યું હોત તો મે પણ નીતિનભાઈને ટેકો આપત. તેમણે એકલા હોવાની વાત કરી હતી, પણ બજેટ સારુ હોત તૌ અમે તેમણે એકલા ન રહેવા દેત અમે ટેકો આપત.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...