કોંગ્રેસ હોય કે ભાજપ, તમામ નેતાઓ ઈચ્છે ત્યાં વેક્સીન લઈ શકશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (PM Modi) સામાન્ય નાગરિકની જેમ રસી લીધા બાદ હવે સૌ કોઈની નજર રાજ્યના મુખ્યમંત્રી (CM), નાયબ મુખ્યમંત્રી (DyCM) સહિતના નેતાઓ પર રહેલી છે
બ્રિજેશ દોષી/ ગાંધીનગર: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (PM Modi) સામાન્ય નાગરિકની જેમ રસી લીધા બાદ હવે સૌ કોઈની નજર રાજ્યના મુખ્યમંત્રી (CM), નાયબ મુખ્યમંત્રી (DyCM) સહિતના નેતાઓ પર રહેલી છે. ત્યારે વિધાનસભાના બજેટ (Legislative Budget) સત્રની શરૂઆતમાં જ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે (Nitn Patel) દાવો કર્યો કે 60 વર્ષથી વધુ વયના તમામ લોકો જ્યાં ઈચ્છે ત્યાં વેક્સીન લઈ શકે છે. સરકારી હોસ્પિટલમાં નિઃશુલ્ક રસીકરણ (Vaccination) થઈ રહ્યું છે જ્યારે ખાનગી હોસ્પિટલમાં 250 રૂપિયાના ચાર્જ થી ડોઝ અપાઈ રહ્યો છે.
પ્રધાનમંત્રી મોદીએ (PM Modi) સ્વદેશી રસી લઈને લોકોને જાગૃત કરવા સાથે વિપક્ષને પણ જવાબ આપ્યો છે ત્યારે હવે રાજ્યના નેતાઓ પણ આ અંગે જાગૃતિ લાવે તે જરૂરી છે પણ રાજ્ય સરકારે આ મામલે કોઇ રોડમેપ તૈયાર કર્યો નથી અથવા તો જાહેરાત કરવા તૈયાર નથી.
આ પણ વાંચો:- Rajkot માં ખોડલધામના પ્રમુખ અને સ્વામિનારાયણ સંતોએ લીધી કોરોના વેક્સીન
પ્રધાનમંત્રી મોદી (PM Modi) બાદ તેમના મંત્રીમંડળના અન્ય સભ્યો પણ રસી લઈ રહ્યા છે. ઓરીસ્સાના મુખ્યમંત્રી એ પણ રસી લઈ લીધી છે. ગુજરાત સરકારે હજુ આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. નાયબ મુખ્યમંત્રી (DyCM Nitin Patel) કહી રહ્યા છે કે નેતાઓ ભાજપના હોય કે કોંગ્રેસના, 60 વર્ષથી વધુ વયના તમામ લોકો પોતે ઈચ્છે ત્યાં રસી લઈ શકે છે.
ગુજરાત સરકારના 60 વર્ષથી વધુ વયના મંત્રીઓ પર નજર કરીએ
મુખ્યમંત્રી વિજય રૂપાણી
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ
શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા
મહેસુલ મંત્રી કૌશિક પટેલ
કૃષિમંત્રી આર સી ફળદુ
ઊર્જા મંત્રી સૌરભ પટેલ
પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા
શ્રમ રોજગાર મંત્રી દિલીપ ઠાકોર
રાજ્ય મંત્રીઓ
યોગેશ પટેલ, રમણ પાટકર, વાસણ આહીર, બચુભાઇ ખાબડ, વિભાવરીબેન દવે
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube