ઝી બ્યુરો/બોટાદ: બોટાદની રાજનીતિમાં ફરી એકવાર ગરમાવો જોવા મળી રહ્યો છે. બોટાદ નગરપાલિકાના કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર પ્રવીણભાઈ ડેરવાળીયા નશાની હાલતમાં રસ્તા પર લથડિયા ખાતા ઝડપાતા ખળભળાટ મચી જવો પામ્યો છે. આ સમગ્ર ઘટના બોટાદ ટાઉન પો.સ્ટેમાં નોંધાઈ છે અને પ્રોહીબિશન કલમ-66(1)બી મુજબ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બે દિવસ શાંત...પછી ધોધમાર! વધુ એક સિસ્ટમ શું ગુજરાતને કરશે તહસનહસ! અંબાલાલનો ધડાકો!


આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, 29/07/2024 ના રોજ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનનો સ્ટાફ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો. તે દરમ્યાન બોટાદ સહકારના રેલ્વે વસાહત પાસે એક ઇસમ જાહેરમાં રોડ ઉપર લથડીયા ખાતો જોવો મળ્યો હતો. આ શખ્સને રોકી ચેક કરતાં તેણે કેફી પીણું પીધેલાની તીવ્ર વાસ આવતા ઇસમ પાસે દારૂ પીવા અંગેનુ પાસ પરમીટ માંગતા તેણે પોતાની પાસે નહી હોવાનું જાણવા મળ્યું હતું. 


VIDEO: અમદાવાદની ખ્યાતનામ હોટલના સાંભારમાંથી નીકળ્યો વંદો; 5 સ્ટાર હોટલની વાનગી ખાતા


પોલીસે વધુ તપાસ કરતાં આ વ્યક્તિ કોંગ્રેસ પક્ષના સક્રિય કાર્યકર અને કોંગ્રેસના નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર પ્રવિણભાઈ ઠાકરશીભાઈ ડેરવાળીયા હોવાનું ખૂલ્યું હતું. કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર પ્રવીણભાઈ ડેરવાળીયા રહે-બોટાદ ખારામાં સહકારના પુલની બાજુમાં પછાત વર્ગ સોસાયટી, તા.જી. બોટાદ હોવાનું ખુલ્યું હતું. જેમના વિરૂધ્ધ બોટાદ ટાઉન પો.સ્ટેમાં પ્રોહીબિશન કલમ-66(1)બી મુજબ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.


પાંચ ઈંચ વરસાદમાં પાટણ પાણી પાણી! આ સોસાયટીઓ ફેરવાઈ બેટમાં! હવે ક્યારે ઓસરશે પાણી?