પ્રેમલ ત્રિવેદી/પાટણ: લોકસભા ચુંટણીના પડઘમ વાગી ચુક્યા છે. ત્યારે રવિવારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી પાટણ ખાતે ચુંટણી પ્રચાર કરવા માટે પહોચ્યાં હતા. વિજય રૂપાણીએ આજે રાધનપુર અને હારીજ ખાતે આયોજિત સભાને સંબોધી હતી. જેમાં મુખ્ય મંત્રી એ કોંગ્રેસ સામે તીખા સવાલો સાથે આકરા પ્રહાર કાર્ય હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સભામાં રૂપાણીએ જણાવ્યું હતું કે, આ દેશની કરવેરાની તિજોરીને પંજો લૂંટી ન જાય તે જોજો... કોંગ્રેસનું સૂત્ર છે. મોદી હટાઓ જયારે ભાજપનું  સૂત્ર ભ્રષ્ટાચાર હટાઓ છે. આ ચુંટણી ચોકીદાર અને ચોર વચ્ચેની છે ત્યારે મતદારોને નિર્ણય કરવાનો છે કે, કોને જીતાડવા છે. કોંગ્રેસે ગરીબ,પીડિત,સોશિતની ક્યારેય ચિંતા કરી નથી કોંગ્રેસ જમાઈની ચિંતા કરે છે. દલાલી અને બેઇમાની કોંગ્રેસ સાથે જોડાયેલી છે.


ચૂંટણી પ્રચાર માટે ભાજપ અને કોંગ્રેસ માટે ઉનાળો બન્યો માથાનો દુખાવો


આ વખતની ચૂંટણી ઈમાનદાર અને બેઇમનો વચ્ચેની છે સાથે જ કોંગ્રેસને પરિવારવાદ માનસિકતા ધરાવતી પાર્ટી હોવાનું જણાવ્યું હતું. આ દેશમાંથી ત્રાસવાદીઓનો સફાઈ કોણ કરશે તેની ચૂંટણી હોવાનું મુખ્ય પ્રધાન રૂપાણીએ જણાવ્યું હતું. આ ઉપરાંત કાશ્મીર આખુંય આતંકવાદીઓ ના હવાલે તમે કર્યું હતું.



સરદાર વડાપ્રધાન હોત તો 370 કલમનો ઉલ્લેખ પણ ન હોત તેમ જણાવ્યું હતું. સાથે રાહુલ ગાંધીએ કરેલ નિવેદન મામલે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, અડવાણી પર ગમે તેવી વાતો કરો તે પહેલાં એક આંગળી કરતા 4 આંગળી સામે આવશે તે જુએ ગાંધી પરીવારે અનેકને હાશિયામાં ધકેલી દીધા છે. તેનો જવાબ આપે તેમ જણાવ્યું હતું.