ગૌરવ પટેલ/અમદાવાદ :રાજ્યમાં 21 ઓક્ટોબરના રોજ યોજનારી 9 વિધાનસભાની પેટાચૂંટણી (Gujarat VidhanSabha By Election 2019) ના ઉમેદવાર સ્થાનિક કાર્યકરોની પસંદગીને ધ્યાને લઈને કરવામાં આવશે. ગુજરાત કોંગ્રેસ (Gujarat Congress) દ્વારા આયોજિત ગાંધી સંદેશ યાત્રા (Gandhi Sandesh Yatra) માં ભાગ લેવા માટે આવેલા ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે (Rajiv Satav) નિવેદન આપતા કહ્યું કે, 6 વિધાનસભાની ચુટંણી માટે ગુજરાત કોંગ્રેસ (Congress) તૈયાર છે. આજે આખા દેશમાં આર્થિક મંદી છે. ઉદ્યોગ યુનિટ બંધ થઇ રહ્યાં છે. યુવાનો બેરોજગાર છે. દૂર દૂર સુધી ક્યાંય વિકાસ દેખાતો નથી. ગુજરાતમાં જે કામ થવા જોઈએ, એ આ સરકાર દ્વારા થતા નથી. તેની સામે જે કાર્યક્રમ કરવાના છે તે અંગે ચર્ચા થશે. તમામ મુદ્દાઓ અમે પ્રજા વચ્ચે લઈ જઈશું.  


સુરત એરપોર્ટ પર વ્યક્તિની ચાલ કંઈક અલગ લાગી, તપાસ કરતા જોયું તો પ્રાઈવેટ પાર્ટમાં છુપાવ્યું હતું....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બેંકોની કફોડી હાલત અંગે પણ રાજીવ સાતવે સરકારને આડે હાથ લેતા કહ્યું કે, સામાન્ય માણસ પોતાની આજીવિકાના રૂપિયા બેંકમાથી રૂપિયા ઉપાડી શકતા નથી. અગામી દિવસોમાં નવરાત્રિ, દુર્ગા પૂજા અને દીવાળીના તહેવાર છે. આવામાં જો લોકો રૂપિયા ન ઉપાડી શકતા હોય તે એ ખરાબ કહેવાય. સરકારને વિનંતી છે કે, જે લોકોએ ખોટું કર્યું છે તેમની સામે ફરિયાદ દાખલ કરી કાર્યવાહી થવી જોઈએ. પણ સામાન્ય માણસની કમાણીના રૂપિયા તેમને મળવા જોઈએ. સામાન્ય લોકો હેરાન થવા જોઈએ. 


પ્રજાના પૈસે લહેર, વડોદરા કોર્પોરેશનમાં હોદ્દેદારો માટે 12 લાખના 12 iphone ખરીદાયા


વિધાનસભાની પેટાચૂંટણીના મુદ્દે તેમણે કહ્યું કે, દરેક વિધાનસભાના અલગ અલગ મુદ્દા છે અને સ્થાનિક મુદ્દે ચૂંટણી લડશે. જ્યાં સુધી એનસીપી સાથે ગઠબંધનની વાત છે તે અંગે કોઇ પ્રસ્તાવ આવ્યો નથી. જ્યારે પ્રસ્તાવ આવશે ત્યારે ચર્ચા કરવામાં આવશે.  


ઉલ્લેખનીય છે કે, ગુજરાત કોંગ્રેસ મહાત્મા ગાંધીજીની 15મી જન્મજયંતી અંતર્ગત પોરબંદર અને દાંડીથી અમદાવાદના સાબરમતી આશ્રમ માટે અલગ અલગ માર્ચ યોજશે. અઠવાડિયા સુધીની ગાંધી સંદેશ યાત્રા અંર્તગત આ માર્ચ 27 સપ્ટેમ્બરથી નીકળશે. આ ઉપરાંત કોંગ્રેસ પીએમ મોદીના મન કી બાદ સામે મંદી કી બાત કાર્યક્રમ કરવાનું છે. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :