ગૌરવ પટેલ/અમદાવાદ: ગુજરાતમાં મુખ્યમંત્રીના સીધા આશીર્વાદથી મગફળી કૌંભાડ ચાલી રહ્યુ છે. જે મુદ્દો કોંગ્રેસ અગામી વિધાનસભા સત્રમાં પુરવા સાથે આક્રમકતાથી ઉઠાવશે. આ નિવેદવ આપતા ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ તેમણે ઉમેર્યુ કે, ગાંધીધામમાં કોંગ્રેસ દ્વારા જનતા રેડ કરવામાં આવી અને રૂપાણી સરકારનો ભ્રષ્ટાચાર ખુલ્લો પડ્યો ગાંધીધામ જેવી જ સ્થિતિ દરેક જગ્યાએ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દરેક ગોડાઉનમાં બરદાનમાં મગફળી કરતા માટી વધારે અગાઉ 4 હજાર કરોડનું મગફળી કૌભાંડ બહાર આવ્યું હતું. ત્યારે પણ કોંગ્રેસે માંગ કરી હતી કે હાઇકોર્ટના સીટીંગ જજની તપાસ કરવામાં આવે પણ સરકારે અમારી માંગ સ્વીકારી ન હતી સરકારે ભીનું સંકેલવાનો પ્રયાસ કર્યો હતો સરકારે નાના લોકોને પકડીને કૌભાંડને છાવરવાનો પ્રયાસ કર્યો હતો. ભાજપ સરકાર પર સીધો આક્ષેપ લગાવતાં અમિત ચાવડાએ કહ્યુ કે, સરકારના આશીર્વાદથી આ કૌભાંડ ચાલે છે.


વડોદરા: રાજ્ય સરકારે કર્યું આગામી 25 વર્ષ માટે પીવાના પાણીના સંગ્રહનું આયોજન


ખરીદીમાં કૌભાંડ અને વેચવામાં સરકારી પૈસાનો વ્યય થઈ રહ્યો છે. કોંગ્રેસે ફરી હાઇકોર્ટના સીટીંગ જજની દેખરેખ હેઠળ તપાસ કરવાનીમાં કરી ભાજપાના નેતાઓના નિવેદન પર પ્રતિક્રિયા આપતાં ચાવડાએ કહ્યું કે, જો જનતા રેડ ગેરકાયદેસર હોય તો હાઇકોર્ટના જજની દેખરેખ હેઠળ મીડિયા સાથે રાખીને તપાસ કરવામાં આવે. જો સરકાર આ બાબતે પ્રમાણિકતાથી તપાસ કરવા માંગતી હોત તો દરેક ગોડાઉનની તપાસ થઈ હોત.


સુરેન્દ્રનગર: ટીવીમાં ધડાકાભેર બ્લાસ્ટ થતા માતા-પુત્રી થયા ભડથું



અમિત ચાવડાએ વધુમાં ઉમેર્યુ કે, આખી રૂપાણી સરકાર કૌભાંડી સરકાર છે. સરકાર ટેકાના ભાવે જે ખરીદી કરે તે દરેક ઉત્પાદનની ખરીદીમાં કૌભાંડ સામે આવી રહ્યા છે. મગફળી ખરીદીથી લઇ ગોડાઉન ભાડે રાખવામાં, બરદાન ખરીદીમાં કૌભાંડ સાબિત થઈ ચૂક્યું હોવા છતાં સરકાર કેમ ચૂપ છે. અને કેમ કેમ ભીનું સંકેળવા માંગે છે એ સવાલ છે.