કેતન બગડા/અમરેલી: અમરેલી લોકસભા બેઠકની ચૂંટણીનુ મતદાન પુર્ણ થયા બાદ આજે પ્રથમ વખત કોંગ્રેસની કાર્યકર્તા આભાર દર્શન મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે નિલેશ કુંભાણીના નિવેદન પર પલટવાર કરતા વધુ એક વિવાદ સર્જાવાની શક્યતા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફલોદી બજારમાં ક્યાંથી આવ છે સીટોનો ભાવ? રાજાશાહી બજાર કઈ રીતે બની ગયું સટ્ટાબજાર?


અમરેલી લોકસભા બેઠકની ચૂંટણીનુ મતદાન પુર્ણ થયા બાદ આજે પ્રથમ વખત અમરેલી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ઈન્ડિયા ગઠબંધનની આભાર દર્શન બેઠક મળી હતી. આ બેઠકમાં માજી સાંસદ વિરજી ઠુમ્મર, ઉમેદવાર જેની ઠુમ્મર તેમજ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત સહિતના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


દરિયાઈ કેબલથી ઈન્ટરનેટ કેવી રીતે કરે છે કામ? કેમ સમુદ્રની નીચે છે ડેટા કેબલનું જાળ?


આ બેઠક સંબોધતા જીલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે કાર્યકરો નો આભાર માનવાની સાથે સાથે કોંગ્રેસ પાર્ટી ની આગામી રણનીતિઓ અંગે પણ વાત કરી હતી અને જણાવ્યું હતું કે આગામી દિવસોમાં સ્માર્ટ મીટર ની સમસ્યા સામે અમરેલી થી જ આંદોલન શરૂ કરવાની તૈયારીઓ થઈ રહી છે. 


આંદામાન-લક્ષદ્વીપ જવાની જરૂર નથી, યુપીમાં છે આ 'સિક્રેટ બીચ', અદભુત છે નજારો


અમરેલી ખાતે મળેલી ઈંડીયા ગઠબંધન ની બેઠક બાદ પત્રકારો સાથે વાત કરતાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે સુરતના નિલેશ કુંભાણી પર પલટવાર કર્યો હતો અને જણાવ્યું હતું કે મર્દ માણસ હોય તો જાહેરમાં રહેવુ જોઈએ છુપાઈને નહી. 


કાશ્મીર-મનાલી છોડીને ગુજરાતના આ જંગલમાં ફરવા નીકળી પડ્યા લોકો, આવો નજારો ક્યાંય નથી


અમરેલી ખાતે મળેલી બેઠકમાં પ્રતાપ દુધાત દ્વારા સ્માર્ટ મીટર સામેની લડાઈની જાહેરાત અને નિલેશ કુંભાણી પરનો પલટવાર નવો વળાંક સર્જે તો નવાઈ નહીં.