Surat News : વર્ષ 2019 ની લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન કર્ણાટકમાં રાહુલ ગાંધીએ બધા મોદી ચોર છે એવું નિવેદન આપ્યું હતું. નિવેદનને લઈ સુરત પશ્ચિમના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી પર માનહાનિનો કેસ કર્યો હતો. ચાર વર્ષ જૂના આ કેસમાં આજે ચુકાદો આવ્યો છે. આ કેસમાં રાહુલ ગાંધી દોષિત જાહેર થયા છે. સુરત કોર્ટે રાહુ લગાંધીને IPC 500 મુજબ દોષિત જાહેર કર્યાં છે. આ કેસમાં કોર્ટે આઈપીસી 499 અંતર્ગત રાહુલ ગાઁધીને બે વર્ષની સજા સંભળાવી છે. તો સાથે જ 1 હજાર રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે. જોકે, આ સજા બાદ તેમને જામીન મળ્યા હતા, જેથી તેઓ જામીન પર મુક્ત થયા હતા. ચુકાદા બાદ રાહુલ ગાંધી કોર્ટથી જવા રવાના થયા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાહુલ ગાંધીને કોર્ટે IPC 504 હેઠળ દોષિત જાહેર કર્યા છે. આ કેસમાં 2 વર્ષની સજાની જોગવાઈ છે. જોકે, આ જામીનપાત્ર ગુનો હોવાથી રાહુલ ગાંધીને જામીન મળ્યા હતા. તેઓ જામીનની તૈયારીઓ સાથે જ કોર્ટમાં આવ્યા હતા, જેથી તેમને તાત્કાલિક જામીન મળ્યા છે. ચાર વર્ષ જૂના કેસમાં રાહુલ ગાંધીને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. કર્ણાટકની સભામાં મોદી અટકવાળાને રાહુલ ગાંધીએ ચોર કહ્યા હતા, જે બાદ સુરતના ભાજપના નેતા પૂર્ણેશ મોદીએ કેસ કર્યો હતો. રાહુલ ગાંધીએ  સેશન્સ કોર્ટમાં અપીલ કરવી પડશે.... અપીલ કરી સજા પર જામીન મેળવવા પડશે... અત્યારે કોર્ટે ૩૦ દિવસ સુધી અપીલ કરવાનો સમય આપ્યો છે, 30 દિવસમાં અપીલ નહી કરે તો સજા ભોગવવી પડશે. રાહુલ ગાંધીના વકીલે નિવેદન આપ્યું કે, રાહુલ ગાંધી 499 અને 500 મુજબ દોષિત જાહેર થયા છે. આમાં લાંબી સજાની જોગવાઈ નથી. જામીન મળી ગયાં છે. નૈષધ દેસાઈ અને હસમુખ દેસાઈ રાહુલ ગાંધીના જામીન દાર બન્યાં છે.


રાહુલ ગાંધીએ ચાર વર્ષ પહેલા એવુ તો શું કહ્યું હતું કે જેમાં 2 વર્ષની સજા થઈ!



કોર્ટમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે,હું કોઈ ઈરાદાપૂર્વક નિવેદન આપ્યું નથી. મારો ઈરાદો ખોટો નહોતો, ભ્રષ્ટાચાર સામે મેં અવાજ ઉઠાવ્યો હતો. કોઈને અપમાનિત કરવાનો મારો હેતુ ન હતો. હું નામદાર કોર્ટના ચુકાદાને આવકારું છું. ચુકાદા બાદ રાહુલ ગાંધી કોર્ટથી જવા રવાના થયા હતા.


ચુકાદા બાદ સીઆર પાટીલે કહ્યું કે, રાહુલ ગાંધીને ખબર પડતી નથી કે શું બોલવું જોઈએ.


બચાવ પક્ષના વકીલે રાહુલ ગાંધી દોષિત જાહેર થતાં જ કહ્યું કે અમે આ કેસને લઈને હાઇકોર્ટમાં જઈશું. જો કે અમને પૂર્ણ ભરોસો છે કે, હાઈકોર્ટમાંથી અમને અલગ ચુકાદો મળશે. આ કેસમાં 30 દિવસમાં અપીલ કરવાનોસમય આપ્યો છે, અને કોર્ટે તેઓને જામીન આપ્યા છે. ફરિયાદી પક્ષ વકીલ તરફથી દલીલ કરવામાં આવી કે, કાયદાના ઘડનારા જ કાયદાનું ઉલ્લંઘન કરે તો એને માફ કરી શકાય નહીં. જેથી રાહુલ ગાંધીને સજા થાય તે માટેની દલીલ કરવામાં આવી છે.


સજા નહિ સંસદપદ મહત્વનું છે 
માનહાનિ કેસમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી દોષિત જાહેર થયા છે. સુરત સેશન્સ કોર્ટે રાહુલને 2 વર્ષની સજા ફટકારી છે. 2 વર્ષની સજા થતા રાહુલ ગાંધી સંસદસભ્ય પદ ગુમાવી શકે છે. નિર્ણય વિરુદ્ધ અપીલ કરવા કોર્ટે રાહુલ ગાંધીને 30 દિવસનો સમય આપ્યો છે. સભ્યપદ બચાવવા માટે રાહુલ ગાધીએ સજા પર સ્ટે મેળવવું જરૂરી છે. તેના માટે તેમને 30 દિવસની અંદર ફરી એકવાર કોર્ટમાં હાજર રહેવું પડશે. 



ત્રીજી વખત રાહુલ ગાંધી કોર્ટમાં હાજર રહ્યાં છે. સુરક્ષાને લઈ કોર્ટ પરિસરમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ સુરતમાં પહોંચી ચૂક્યા હતા. જ્યાં રાહુલ ગાંધીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતું.  



રાહુલ ગાંધી પર  માનહાનિના કેસને લઈ કોંગ્રેસ વિરોધ પક્ષ નેતા અમિત ચાવડાએ નિવેદન આપ્યું છે કે, ન્યાય પાલિકા પર વિશ્વાસ છે. તરફેણમાં ચુકાદો આવશે. મહાત્મા ગાંધી અંગ્રેજો સામે લડ્યા હતા. રાહુલ ગાંધી નવા અંગ્રેજો સામે લડી રહ્યા છે. ખોટા કેસ કરી પરેશાન કરવામાં આવી રહ્યા છે. 


ગુજરાતમાં રિલાયન્સ ગ્રૂપ કંઈક મોટું કરવા જઈ રહી છે, આ સ્થળની રોનક વધી જશે


શુ હતો મામલો
ત્રણ વર્ષ પહેલા કર્ણાટક (Karnataka) ખાતે લોકસભાની ચૂંટણી પ્રચાર સભામાં કોગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સમાજ વિરુદ્ધ ટીપ્પણી કરી હતી. જેને લઈને જેથી સુરતી મોઢવણિક સમાજના પ્રમુખ તથા સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી (Rahul Gandhi) વિરુદ્ધ માનહાનિનો દાવો કર્યો હતો. હાલમાં સુરતની ચીફ કોર્ટમાં ચાલતી આ કેસની કાર્યવાહી દરમિયાન અગાઉ આરોપી રાહુલ ગાંધીએ સુરત કોર્ટમાં હાજર રહીને ગુનાના આક્ષેપોને નકારી કેસ કાર્યવાહીનો સામનો કરવાની તૈયારી દાખવી હતી. 


કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખની વિકેટ પડવાની તૈયારી, આ સમાજના નેતા પર પસંદગીનો કળશ ઢોળાશ