અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ રદ કરવા માટે કોંગ્રેસે તૈયાર કર્યો ડ્રાફ્ટ
અલ્પેશ ઠાકોરે કોંગ્રેસના તમામ પદો પરથી રાજીનામું આપ્યા બાદ અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ છીનવવાના ડ્રાફ્ટને કોંગ્રેસ પ્રમુખે મંજૂરી આપી દીધી છે. ત્યારે સોમવારે વિધાનસભા અધ્યક્ષને અલ્પેશ ઠાકોરનું સભ્યપદ રદ્દ કરવા રજુઆત પણ કરવામાં આવશે.
ગૌરવ પટેલ/ અમદાવાદ: અલ્પેશ ઠાકોરે કોંગ્રેસના તમામ પદો પરથી રાજીનામું આપ્યા બાદ અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ છીનવવાના ડ્રાફ્ટને કોંગ્રેસ પ્રમુખે મંજૂરી આપી દીધી છે. ત્યારે સોમવારે વિધાનસભા અધ્યક્ષને અલ્પેશ ઠાકોરનું સભ્યપદ રદ્દ કરવા રજુઆત પણ કરવામાં આવશે.
સોમવારે કોંગ્રેસની લીગલટીમ હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરશે. અલ્પેશ ઠાકોરને સસ્પેન્ડ કરવાના બદલે પ્રાથમિક સભ્યપદેથી કરશે હકાલપટ્ટી કરવામાં આવશે. મહત્વનું છે, કે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવાના આધારે કોંગ્રેસ હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરશે. કોંગ્રેસની લીગલટીમ દ્વારા અનેક ચૂકાદાનો અભ્યાસ કરાયા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય લીધા પહેલા સુપ્રીમ અને અન્ય રાજ્યોની હાઇકોર્ટના ચુકાદાનો કરાયો અભ્યાસ પણ કરવામાં આવ્યો હતો.
લોકસભા-2019 ભાવનગર સીટઃ પ્રથમ વખત કોળી વિરુદ્ધ પટેલનો જંગ
મહત્વું છે, કે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા આપાવામાં આવેલા અલ્ટિમેટમ બાદ 24 કલાકમાં જ અલ્પેશ ઠાકોરે કોંગ્રેસના તમામ પદ પરથી રાજીનામું આપ્યું હતું. આગામી લોકસભાની ચૂંટણીમાં અલ્પેશ ઠાકોરના નિર્ણયને કારણે મોટી અસર થઇ શકે છે. અલ્પેશ ઠાકોરે પ્રેમ કોન્ફર્નસ કરીને જાણાકારી આપી હતી કે, તેઓ ધારાસભ્ય પદેથી રાજીનામું નથી આપી રહ્યો મેં કોંગ્રેસના તમામ પદો પરથી રાજીનામું આપ્યું છે.