કોંગ્રેસે નવા હોદ્દેદારોની કરી વરણી, લલિત વસોયા અને સીજે ચાવડાને મળી નવી જવાબદારી
સીજે ચાવડા, લલિત વસોયા, નિરંજન પટેલ સહિત અન્ય ધારાસભ્યોને અલગ-અલગ જવાબદારી સોંપવામાં આવી છે.
અમદાવાદઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ તરીકે જગદીશ ઠાકોરની નિમણૂક કરાયા બાદ હવે પાર્ટીએ અન્ય પદો પર પણ અન્ય નેતાઓની વરણી કરી છે. કોંગ્રેસ દ્વારા વિધાનસભામાં ઉપનેતા, દંડક, નાયબ દંડક, ખજાનચી સહીત અન્ય પદો પર હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. સીજે ચાવડા, લલિત વસોયા, નિરંજન પટેલ સહિત અન્ય ધારાસભ્યોને અલગ-અલગ જવાબદારી સોંપવામાં આવી છે.
કોંગ્રેસે આ નેતાઓને આપી જવાબદારી
શૈલેષ પરમાર- વિધાનસભામાં ઉપનેતા
ડો. સી જે ચાવડા- દંડક
લલિત વસોયા- નાયબ દંડક
નિરંજન પટેલ- ખજાનચી
પુંજાભાઈ વંશ- મુખ્ય પ્રવક્તા
વીરજી ઠુમ્મર- મુખ્ય પ્રવક્તા
અશ્વિન કોટવાલ- પ્રવક્તા
ગયાસુદ્દીન શેખ- પ્રવક્તા
બલદેવજી ઠાકોર- પ્રવક્તા
અંબરીશ ડેર- પ્રવક્તા
નૌશાદ સોલંકી- પ્રવક્તા
કિરીટ પટેલ- પ્રવક્તા
આ પણ વાંચોઃ 'ગબ્બર ઈઝ બેક' ફિલ્મની જેમ લાંચિયાઓને પાઠ ભણાવવાનો કરણી સેનાનો દાવો! આમાં રાજનીતિ થશે કે જનસેવા?
જગદીશ ઠાકોર બન્યા હતા પ્રદેશ પ્રમુખ
ગુજરાત કોંગ્રેસને 3 ડિસેમ્બરે નવા પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ ઠાકોર મળ્યા હતા. પરંતુ ત્યારબાદ વિધાનસભા અને સંગઠનમાં ઘણા પદો ખાલી હતી. તેના પર નિમણૂંકની રાહ જોવાઈ રહી હતી. હવે કોંગ્રેસના સર્વોચ્ચ નેતૃત્વએ નવી નિમણૂક પર મહોર મારી દીધી છે. મહત્વનું છે કે ગુજરાત કોંગ્રેસની નવી ટીમ સામે ખુબ મોટો પડકાર છે. કારણ કે હવે વિધાનસભા ચૂંટણીમાં એક વર્ષ કરતા ઓછો સમય બાકી રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube