બનાસકાંઠાઃ બનાસકાંઠા જિલ્લાના (banaskantha) સરહદી વિસ્તાર સુઇગામના નડાબેટના (nadabet) નડેશ્વરી મંદિરમાં કોંગ્રેસ (congress) પક્ષનો સ્નેહમિલન કાર્યક્રમ (snehmilan) અને નવા ધારસભ્યના સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો. સ્નેહમિલ કાર્યક્રમમાં કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ (amit chavda) ભાજપ પર પ્રહાર કર્યાં હતા. અમિત ચાવડાએ કહ્યું કે, આ કૌભાંડી સરકાર છે. જેમાં દરરોજ કૌભાંડો બહાર આવી રહ્યાં છે. પહેલા મગફડી અને હવે પશુપાલન વિભાગનું કૌભાંડ બહાર આવ્યું છે. તાલુકા લેવલથી લઈને ગાંધીનગર સુધી રોજ કૌભાંડો બહાર આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસ કરશે જનઆંદોલન
સ્નેહમિલન કાર્યક્રમમાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યક્રરોને સંબોધન કરતા અમિત ચાવડાએ કહ્યું કે, ગુજરાત સરકાર આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે ઉઘાડી લૂંટ ચલાવી રહી છે. તેમણે કહ્યું કે, રાજ્યમાં ચાલી રહેલા કૌભાંડ પર મંત્રીઓ અને અધિકારીઓ પણ બોલવા માટે તૈયાર નથી. કોંગ્રેસ ભાજપના કૌભાંડને બહાર લાવવા માટે જનઆંદોલન કરશે. 


કોંગ્રેસના નવા ચૂંટાયેલા ધારાસભ્યોનું કરાયું સન્માન
નવા વર્ષના સ્નેહમિલન કાર્યક્રમમાં હાલની પેટા ચૂંટણીમાં વિજેતા થયેલા થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, રાધનપુરના ધારાસભ્ય રઘુ દેસાઈનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો. પ્રદેશ પ્રમુખે તમામ નેતાઓ અને કાર્યકર્તાઓને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. તો નવા ચૂંટાયેલા ધારાસભ્યોએ પોતાના વિકાસમાં કામ કરવાની ખાતરી આપી હતી. 


જુઓ LIVE TV....


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube