કોંગ્રેસની થઈ ટાંઇ ટાંઇ ફિશ, ધરમપુરમાં ભાજપને તોડવાનો કોંગ્રેસનો દાંવ ઊંધો પડ્યો
ગઇકાલે સાંજે નિર્મલાબેને આ તમામ અફવા ખોટી હોવાની વાત કહી હતી. આ સાથે જ તેમણે કબૂલાત કરી હતી કે પતિ સાથેના ઝઘડામાં તેમણે રાજીનામું આપ્યું છે.
વલસાડ: જિલ્લા પંચાયત પ્રમુખના શિક્ષણ સમિતિના ચેરમેન નિર્મલા કેશવ જાદવે પોતાના પદેથી રાજીનામું આપ્યું છે. રાજીનામા બાદ છેલ્લા ત્રણ દિવસથી ફોન બંધ કરી સંપર્ક વિહોણા બનતા ધરમપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેને પગલે પોલીસે તપાસ હાથ ધરી હતી. તો બીજી તરફ ઘટનાને પગલે સતત અફવાઓએ જોર પકડ્યું હતું કે તેઓ ભાજપમાંથી છેડો ફાડી કોંગ્રેસમાં જોડાઇ રહ્યા છે. ત્યારે ગઇકાલે સાંજે નિર્મલાબેને આ તમામ અફવા ખોટી હોવાની વાત કહી હતી. આ સાથે જ તેમણે કબૂલાત કરી હતી કે પતિ સાથેના ઝઘડામાં તેમણે રાજીનામું આપ્યું છે.
વલસાડ જિલ્લા પંચાયતમાં બે ટર્મથી શિક્ષણ સમિતિના અધ્યક્ષા નિર્મલા જાધવને કોંગ્રેસમાં જોડવાનો ઉત્સાહ હતો પરંતુ કોંગ્રેસની ટાંઇ ટાંઇ ફિશ થઇ ગઇ હતી અને ધરમપુરમાં ભાજપને તોડવાનો કોંગ્રેસનો દાવો ઉંઘો પડ્યો છે. ગુજરાત વિધાનસભાના વિપક્ષી નેતાની હાજરીમાં ભાજપી નિર્મલા જાધવને કોંગ્રેસમાં જોડવાનો પ્લાન હતો. પરંતુ નિર્મલાબેનના ખુલાસા બાદ કોંગ્રેસનું સપનું રોળાઇ ગયું છે.
જોકે નિર્મલા જાદવે નિવેદન આપ્યું હતું કે તેઓ કોંગ્રેસમાં જોડાવવા અંગે હજુ વિચારશે. તેમણે કોંગ્રેસમાં જોડાવવા અંગે કોઇ સ્પષ્ટતા કરી ન હતી. તેમના આ નિવેદન બાદ અફવાઓ અને અટકળોનો અંત આવી ગયો છે.
અંગત કારણોસર રાજીનામું
રાજીનામામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, સરકાર તેમના વિસ્તારમાં પાર તાપી રિવર લિંક બનાવવાની પ્રવૃત્તિ કરી રહી છે. તેઓ આદિવાસી વિસ્તારના રહીશ છે. સરકાર આદિવાસી વિસ્તારમાં જ આ પ્રવૃત્તિ કરી રહી છે. તેઓ શાસક પક્ષમાં હોય તેઓ આદિવાસી સાથે અન્યાય જોઈ શકે એમ ન હોય, તેમજ કેટલાક અંગત કારણોસર રાજીનામું આપું છું. એમ જણાવીને નિર્મલા જાદવે લેખિત રાજીનામુ ધરી દીધું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube