Loksabha Election 2024 : હવે ગુજરાત ભાજપમાં એ સ્થિતિ છે કે મૂળ ભાજપી કે જનસંધી છે કે કોંગ્રેસી કૂળના એ ભેદભાવ હવે નજીવો રહ્યો છે. કારણ કે ભાજપ 2 દાયકાથી ઓપરેશન લોટસના નામે કોંગ્રેસના કદાવર નેતાઓને ખેંચી લાવે છે. ગુજરાત ભાજપે ક્યારેય કોંગ્રેસને મજબૂત થવા જ દીધી નથી. ભાજપે સામ દામ દંડ અને ભેદ અપનાવીને કોંગ્રેસના મૂળિયા કાપ્યા છે. ગુજરાતમાં કોંગ્રેસ મુક્ત ભાજપ કોંગ્રેસ યુક્ત બની ગઈ છે. રાજયની ભૂપેન્દ્ર પટેલ સરકારમાં પણ 9 કેબિનેટ મંત્રીઓમાં 3 કેબિનેટ મંત્રીઓના કૂળ કોંગ્રેસ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસ વર્સિસ કોંગ્રેસનો જંગ
ભાજપના કાર્યકર્તાઓનું નસીબ એવું વાંકુ છે કે, જૂના જોગીઓ ઘરે બેસશે, અને કાર્યકર્તાઓ આયાતી ઉમેદવારો માટે પ્રચાર કશે. ગુજરાતમાં લોકસભામાં ભાજપના 27 ટકા જેટલા ઉમેદવારો મૂળ કોંગ્રેસ પરિવારના છે. જે બતાવે છે કે, લોકસભાની ચૂંટણીમાં ભાજપ વર્સિસ કોંગ્રેસનો જંગ નહિ, પરંતું કોંગ્રેસ વર્સિસ કોંગ્રેસનો જંગ થવાનો છે. 


કોંગ્રેસના નેતા ખોટો પ્રચાર કરતા પકડાયા, પશુપાલકને પૂછેલા સવાલથી પોતે જ ભોંઠા પડ્યા


ગુજરાતમાં 156 સીટો પર વિજેતા બની બહુમતી સાથે સરકાર બનાવનાર ભાજપને શું પોતાના નેતાઓ અને સંગઠન પર ભરોસો નથી કે દર વખતે ગુજરાતમાં સૌથી ઓપરેશન લોટસ ચલાવી રહી છે. ભાજપ લોકસભામાં કોઈ પણ ભોગે 26માંથી 26 બેઠકો જીતવા માંગે છે. ગુજરાતમાં લોકસભામાં 26માંથી 26 સીટો જીતવાના દાવા કરતી ભાજપમાં સ્થિતિ એવી છે કે કોંગ્રેસના નેતાઓ હવે સદીને પાર કરશે. 


20 માંથી 12 ધારાસભ્યોને ટિકિટ આપી


રાજ્યમાં 2002 થી અત્યાર સુધીમાં 80 જેટલાં મોટા કોગ્રેસના નેતાઓએ ભાજપમાં કેસરિયા ધારણ કર્યા છે. ધારાસભ્યો, સાંસદ અને કોંગ્રેસના સગઠનનાં (Gujarat BJP) હોદ્દેદારો પણ ભાજપમાં (Gujarat Congress) સામેલ થયા છે. વર્ષ 2017 થી 2022 આવતા આવતા કોંગ્રેસે 20 ધારાસભ્ય ગુમાવ્યા છે. 2022ની ગુજરાત વિધાનસભા ચુંટણીમાં (Gujarat Assembly Elections 2022)ભારતીય જનતા પાર્ટીએ 2017 પછી કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા 20 માથી 12 ધારાસભ્યોને ટિકિટ આપી હતી. જેમાંથી 9નો વિજય અને 3ની કારમી હાર થઈ હતી. 


ગુજરાતમાં સિંહો માટે ઘટાડાઈ ટ્રેનોની સ્પીડ, 25 ટ્રેન આ વિસ્તારમાં આવતા જ ધીમી દોડશે


મૂળ ભાજપીઓમાં પણ ઘણીવાર અસંતોષનું કારણ


કોંગ્રેસમાંથી આવેલા નેતાઓ પણ હવે ફક્ત ભાજપના ગુણગાન ગાઈ રહ્યાં છે. ગુજરાત કોંગ્રેસમાંથી કદાવર નેતાઓને તોડી પાડવાનો ભાજપનો 2 દાયકાથી શિરસ્તો રહ્યો છે. જેમાંથી કેટલાક નેતાઓના તો સૂરજ અસ્ત થઈ ગયા છે. આજે તેઓ ભરપેટ પસ્તાય પણ છે. એકવાર હાર્યા બાદ આજે તેઓ પોતાનું અસ્તિત્વ શોધી રહ્યાં છે કારણ કે કોંગ્રેસમાંથી બળવો કરી ભાજપમાં જોડાયા તો હાર્યા બાદ ન ઘરના ના ઘાટના થઈને રહી ગયા છે. ભાજપના આ ઓપરેશન લોટસથી મૂળ ભાજપીઓમાં પણ ઘણીવાર અસંતોષનું કારણ બન્યું છે. પાયાના કાર્યકરો વર્ષો સુધી મહેનત કરીને સીટ તૈયાર કરે છે અને એ બેઠક પર એક કોંગ્રેસી નેતા આવીને બેસી જાય છે. આ જ કારણ છે કે, ભાજપની અનેક બેઠકો પર ઉમેદવારની જાહેરાતને લઈને આંતરિક જુવાળ જોવા મળ્યો છે.  


શિસ્તબદ્ધ પાર્ટીમાં પડેલી તિરાડોથી દબાયેલા અવાજ બહાર આવ્યા, સિનિયર નેતાનો બળાપો


લોકસભામા પણ કોંગ્રેસ
લોકસભાની સામાન્ય ચૂંટણીમાં સાત બેઠકો અને વિધાનસભાની પેટાચૂંટણીમાં ચાર બેઠકો પર કોંગ્રેસની સીધી સ્પર્ધા કોંગ્રેસ ગોત્રના ઉમેદવારો સામે જ છે. લોકસભાના સાત પૈકી શોભના બારૈયા (સાબરકાંઠા), ચંદુ શિહોરા (સુરેન્દ્રનગર), પ્રભુ વસાવા (બારડોલી), દેવુસિંહ ચૌહાણ (ખેડા), ભરત ડાભી (પાટણ), વિનોદ ચાવડા (કચ્છ) અને પુનમ માડમ (જામનગર) ના ભૂતકાળના છેડા કોંગ્રેસ સાથે જોડાયેલા હતા. 


પેટાચૂંટણીમાં ભાજપના તમામ ઉમેદવાર કોંગ્રેસી
બીજીતરફ કોગ્રેસમાંથી રાજીનામું આપીને વિધાનસભાની પેટાચૂંટણી લડી રહેલા બીજા ચાર પૂર્વ ધારાસભ્યો પૈકી વિજાપુરના સીજે ચાવડા, પોરબંદરના અર્જુન મોઢવાડિયા, ખંભાતના ચિરાગ પટેલ અને માણાવદરના અરવિંદ લાડાણીનું મૂળ ગોત્ર કોંગ્રેસ છે. કોંગ્રેસને તેમના જ પૂર્વ ધારાસભ્યો સામે લડવાનું છે. એટલે કે લોકસભાના ૨૭ ટકા અને વિધાનસભાના ૮૦ ટકા ઉમેદવારો મૂળ કોંગ્રેસી છે.


આ શરતો પર મળશે હાટકેશ્વર બ્રિજનું ટેન્ડર, આખરે AMC ને બ્રહ્મ જ્ઞાન લાદ્યું