ગૌરવ પટેલ/અમદાવાદ: ગુજરાત રાજ્યની સાત વિધાનસભાની પેટા ચૂંટણીઓ માટે કોંગ્રેસે કમર કસી છે. પેટા ચુંટણીના જાહેરાત થઇ નથી પણ કોંગ્રેસ કાર્યકરોને બુસ્ટઅપ કરવામાં લાગી છે જે જે વિધાનસભાની પેટા ચુંટણી યોજવાની છે ત્યાં બેઠકનો એક રાઉન્ડ કોંગ્રેસે પુર્ણ કરી લીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકસભાની કારમી હારને ભુલીને કોંગ્રેસ ફરી સંગઠન અને ચુંટણી લક્ષી તૈયારીઓમાં લાગી લોકસભાની ચુટણી બાદ ખાલી પડેલી વિધાનસભાની ચુંટણીમાં સોગઠા ગોઠવવાની કોંગ્રેસે શરૂઆત કરી છે. કોંગ્રેસે રણનીતીના ભાગ રૂપે જે બેઠકની ચુંટણી યોજાવાની છે. ત્યાં જેતે જિલ્લાની વિસ્તૃત કારોબારીનું આયોજન કરી કાર્યકરોને પ્રોત્સાહીત કર્યા હતા. 


આ જિલ્લાઓમાં યોજાઇ કારોબારી


  • થરાદ ખાતે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસની વિસ્તૃત કારોબારી યોજાઇ

  • રાધનપુર ખાતે પાટણ જિલ્લા કોંગ્રેસની વિસ્તૃત કારોબારી યોજાઇ

  • ખેરાલુ  ખાતે મહેસાણા જિલ્લા કોંગ્રેસની વિસ્તૃત કારોબારી યોજાઇ

  • લુણાવાડા ખાતે યોજાઇ લુડાવાણા કોંગ્રેસની વિસ્તૃત કારોબારી યોજાઇ

  • મોરવાહડફના  સાગવાડા ખાતે પંચમહાલ જિલ્લા કોંગ્રેસની વિસ્તૃત કારોબારી યોજાઇ

  • અમરાઇવાડી ની બેઠક અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજઇ

  • હવે સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસની વિસ્તૃત કારોબારી બાયડ ખાતે કરવાનુ કોંગ્રેસનું આયોજન છે


આ ગુજરાતીની વાડીમાં 3 નહિ પણ 9 પર્ણ વાળા બિલ્વનું વૃક્ષ , સોમનાથને થાય છે અભિષેક


છેલ્લી ચાર વિધાનસભાની ચુંટણીઓ વિધાનસભાની પેટા ચુંટણીઓ અને છેલ્લી બે લોકસભાની ચુંટણી ગુજરાત કોંગ્રેસ માટે ખુબ ખરાબ રહી છે. જેની અસર સાત વિધાનસભાની પેટાચુંટણીઓ પર પણ જોવા મળેતો નવાઇ નહી જો કે, ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવાડનું કહેવુ છે કે, પરિણામો કોંગ્રેસની ફેવરમાં ન આવ્યા હોવ છતાં આજે પણ લાખો કાર્યકરો કોંગ્રેસની વિચારધારાને વરેલા છે. રાજ્યની પ્રજા હાલાકી ભોગવી રહી છે. અને સરકારની નિષ્ફળતાનો પડઘો વિધાનસભાની પેટાચુંટણીમાં જોવા મળશે.


હિંદુ દેવી-દેવતાનું અપમાન કરતા ફોટા વાયરલ કરનાર તીસ્તા સેતલવાડને હાઇકોર્ટની રાહત


નવેમ્બર 2019 પેહલાં યોજાનારી રાજ્યની સાત વિધાનસભાની પેટા ચુંટણીઓમાં અમરાઇવાડી,લુણાવાડા,ખેરાલુ અને થરાદ ભાજપા પાસે હતી જ્યારે રાધનપુર ,બાયડ અને મોરવાહડફ કોંગ્રેસ પાસે હતી હવે પેટા ચુંટણીમાં કોનું પલળું ભારે રહે છે તેના પર મતદારોની મીટ છે.


જુઓ LIVE TV :