Gujarat congress : ગુજરાતમાં ખોવાયેલી જમીન પાછી મેળવવા માટે કોંગ્રેસ પાર્ટી હવે ભાજપની જેમ ગ્રાઉન્ડ ઝીરો પર જશે અને લોકોના વિચારો સાંભળશે. સરકાર જનસમસ્યાઓના ઉકેલ માટે શરૂ કરાયેલા સ્વાગત અભિયાનની ઉજવણી કરી રહી છે ત્યારે કોંગ્રેસે સમસ્યાઓને ઉજાગર કરવા માટે 12 મહિનાના મોટા અભિયાનની જાહેરાત કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

PM modi ને ટાર્ગેટ કરવા જતાં આપના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ભરાયા, થઈ પોલીસ ફરિયાદ


રાજ્યમાં કથિત ભ્રષ્ટાચાર અને લોકોના પ્રશ્નોને લઈને 1 મેથી એટલે આજથી જન મંચનો કાર્યક્રમ શરૂ થશે. પાર્ટી આ કાર્યક્રમ દ્વારા જનતાની વચ્ચે જશે અને તેમને 30 મુદ્દાઓ પર બોલવાની તક આપશે. કોંગ્રેસ પાર્ટીની જન કી બાતની ઘોષણા એવા સમયે કરવામાં આવી છે જ્યારે રાજ્યમાં સત્તારૂઢ ભાજપ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમના 100મા એપિસોડને જબરદસ્ત આયોજન દ્વારા સફળ બનાવી રહી છે. 


Palak Tiwari એરપોર્ટ પર એવા કપડામાં દેખાઈ કે જોતા જ રહી ગયા જોનારા, જુઓ તસવીરો


ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય પક્ષના નેતા અમિત ચાવડાએ સત્તાધારી ભાજપ પર મોટો પ્રહાર કર્યો અને કહ્યું કે પ્રચંડ બહુમતી સાથે આવ્યા બાદ સરકાર ઉજવણીમાં વ્યસ્ત છે અને રાજ્યમાં બેફામ ભ્રષ્ટાચાર ચલાવે છે. ચાવડાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષે રાજ્યના સ્થાપના દિવસ 1 મેથી લોકો વચ્ચે જવાનો નિર્ણય કર્યો છે અને લોકોને તેમના વિચારો વ્યક્ત કરવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવાનું નક્કી કર્યું છે. ચાવડાએ કહ્યું કે આ મંચ પર કોઈપણ આવીને બોલી શકે છે. કોંગ્રેસ પક્ષ જાહેર સભાથી લઈને વિધાનસભા સુધી તેમના પ્રશ્નો ઉઠાવશે અને તેમના પ્રશ્નોના નિરાકરણ માટે પ્રયાસ કરશે.


ભાગ્યનો એ પથ્થર, જેના પર થાય છે બ્રિટનના રાજાઓની તાજપોશી, જાણો ઈતિહાસ


પ્રજામત
ચાવડાએ આક્ષેપ કર્યો હતો કે રાજ્યમાં શિક્ષણ અને આરોગ્યથી લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સારી નથી. રાજ્યમાં દારૂનું વિપુલ પ્રમાણમાં વેચાણ થઈ રહ્યું છે. પોલીસ સાંભળતી નથી. યુવાનોને રોજગારી મળતી નથી. ઘણા બધા એવા પ્રશ્નો છે જેનો ઉકેલ આવતો નથી. આવી સ્થિતિમાં કોંગ્રેસ પાર્ટી જનમંચના કાર્યક્રમ દ્વારા જનતાને બોલવાની તક આપશે અને તેમની સમસ્યાઓને વિધાનસભા સુધી લઈ જશે, જેથી તેનું નિરાકરણ લાવી શકાય. ચાવડાએ કહ્યું કે ખેડૂતોને વચન આપવામાં આવ્યું હતું કે તેમની આવક બમણી કરવામાં આવશે, પરંતુ હું કહેવા માંગુ છું કે વીજળી, સિંચાઈ સહિતના જે પણ પ્રશ્નો છે, તેને જાહેર મંચ પર ઉઠાવવા જોઈએ. ચાવડાએ કહ્યું કે તમામ કોર્ટમાં જતા લોકોની વાત સાંભળવામાં આવતી નથી. 


ગુજરાતના ઘણા નેતાઓને હિન્દીના ફાંફા પણ કન્નડ ભાષામાં ઘડાધડ કરી રહ્યાં છે Tweet


કોંગ્રેસને ન્યાય મળશે?
કોંગ્રેસે કહ્યું કે રાજ્યમાં લોકો ટેક્સ ભર્યા બાદ તમામ સુવિધાઓથી વંચિત છે. તેમને યોગ્ય રસ્તો અને પીવાનું પાણી પણ મળતું નથી. આ તમામ મુદ્દાઓ જન મંચ દ્વારા ઉઠાવવામાં આવશે. ચાવડાએ કહ્યું કે તે તમામ લોકોનો અધિકાર છે. ચાવડાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરવા માટે લોકો જનમંચનો ઉપયોગ કરી શકે છે. ચાવડાએ જણાવ્યું હતું કે આ અભિયાન એક વર્ષ સુધી ચાલુ રહેશે. પાર્ટીના નેતાઓ તમામ તાલુકાઓમાં જશે અને લોકોને જનમંચનું પ્લેટફોર્મ આપશે. ચાવડાએ કહ્યું કે આ અભિયાન ગુજરાતના સાત કરોડ ગુજરાતીઓ માટે છે.