કોંગ્રેસની ન્યાય યાત્રાનો રોડમેપ રેડી! આ તારીખથી ગુજરાતમાં ફરી શરૂ થશે ધમાચકડી, રસ્તા પર ઉતરશે લોકો!
મોરબીના લોકોને જાગૃત કરવા માટે સતત આજે બીજા દિવસે કોંગ્રેસના ધારાસભ્ય અને પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખની આગેવાની હેઠળ મોરબીના રવાપર રોડ અને સનાળા રોડ ઉપર વેપારીઓની દુકાને દુકાને અને ઘરે ઘરે જઈને લોકોને પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ઝી બ્યુરો/મોરબી: ગુજરાતમાં બનેલી દુર્ઘટનાઓમાં 240 જેટલા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને તે ભોગ બનેલા વ્યક્તિઓના પરિવારોને આજની તારીખે ન્યાય મળ્યો નથી. જેથી કરીને મોરબીથી ગુજરાત ન્યાય યાત્રા કોંગ્રેસ શરૂ કરવાની છે. જેના માટે મોરબીના લોકોને જાગૃત કરવા માટે સતત આજે બીજા દિવસે કોંગ્રેસના ધારાસભ્ય અને પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખની આગેવાની હેઠળ મોરબીના રવાપર રોડ અને સનાળા રોડ ઉપર વેપારીઓની દુકાને દુકાને અને ઘરે ઘરે જઈને લોકોને પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું અને ન્યાય યાત્રામાં જોડાવા અપીલ કરી હતી.
'કહેવા માટે કંઈ બચ્યું નથી, બધું ખતમ થઈ ગયું', પિતા મહાવીર ફોગાટ ભાંગી પડ્યા
મોરબીમાં ઝુલતા પુલ દુર્ઘટના, વડોદરામાં હરણી દુર્ઘટના, રાજકોટમાં ગેમ ઝોન વગેરે જેવી જે દુર્ઘટનાઓ છે, તેમાં કુલ મળીને 240 જેટલા લોકોના જીવ ગયા છે. પરંતુ આજની તારીખે તે ભોગ બનેલા વ્યક્તિઓના પરિવારજનોને ન્યાય મળ્યો નથી અને કોર્ટની અંદર કેસ ચાલી રહ્યા છે ત્યારે ભોગ બનેલા પરિવારોને ન્યાય મળે અને તેના પરિવારને વધુમાં વધુ વળતર મળે તેમજ આરોપીઓને સજા થાય તે માટે કોંગ્રેસ દ્વારા આગામી 9 ઓગસ્ટથી મોરબીથી ગુજરાત ન્યાય યાત્રા શરૂ કરવામાં આવનાર છે.
30 વર્ષ બાદ કુંભ રાશિમાં શનિ, માર્ચ 2025 સુધી આ જાતકોને જલ્સા, રાજા સમાન જીવશે જીવન
આજે સતત બીજા દિવસે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણી, મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા તેમજ ગુજરાત સેવા દળના પ્રમુખ લાલજીભાઈ સહિતનાઓની આગેવાની હેઠળ મોરબીના રવાપર રોડ અને સનાળા રોડ ઉપર વેપારીઓની દુકાને દુકાને અને લોકોના ઘરે ઘરે જઈને તેઓને પત્રિકા આપવામાં આવી હતી.
ગુજરાતનો પ્રથમ કિસ્સો; સ્કૂલના વિદ્યાર્થીઓને અપાશે નેશનલ ખેલાડીઓ પહેરે એવા કપડાં-બૂટ
ગુજરાત ન્યાય યાત્રામાં જોડાવા માટે અને ભોગ બનેલા પરિવારોને ન્યાય મળે તે માટે સહકાર આપવા માટે આજે પણ અપીલ કરવામાં આવી હતી. લોકો તરફથી પણ ખૂબ સારો સહકાર મળી રહ્યો છે અને ગુજરાત ન્યાય યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાશે તેઓ વિશ્વાસ કોંગ્રેસના ધારાસભ્ય વ્યક્ત કર્યો હતો.
હવે સિઝન પુરી થશે તો પણ ગુજરાતમાં ખાવા મળશે કેરી! આ ખેડૂતે વિકસાવી અનોખી જાત