અમદાવાદ : ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં ભૂકંપ આવવાની તૈયારી છે. પક્ષના જૂના નેતાઓએ યુદ્ધના બણગા ફૂંક્યા છે. બુધવારે મોડી રાત્રે અર્જુન મોઢવાડિયાના ઘરે કોંગ્રેસના સીનિયર નેતાઓએ એક મીટિંગ કરી હતી. જેમાં કોંગ્રેસના 15 જેટલા દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. ત્યારે હવે આ મીટિંગ બાદ નિર્ણય લેવાયો છે કે, ગુજરાત કોંગ્રેસમાંથી હાંસિયામાં ધકેલાઈ ગયેલા આ 15 નેતાઓ નવા સંગઠનને લઈને પોતાની નારાજગી વ્યક્ત કરશે. તેઓ ગુજરાત પ્રભારી સાથે મુલાકાત કર્યા બાદ હાઈકમાન્ડ રાહુલ ગાંધીને મળવા દિલ્હી જશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોને કોને સાઈડલાઈન કરાયા 


  •  પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડીયા હાસિંયામાં ધકેલાઈ ગયા

  •  દક્ષિણ ગુજરાતના સિનિયર નેતા તુષાર ચૌધરીના સાઈડ લાઈન કરાયા

  •  તુષાર ચૌધરી છેલ્લા 10 વર્ષથી સંગઠનમાં સાઈડલાઈન

  •  યુવાનો પર પકડ ધરાવતા ઈન્દ્રવિજયસિંહ ગોહીલને જાણી જોઈને સાઈડ લાઈન કરાયા

  •  અલ્પેશ ઠાકોર પાસે માત્ર ધારાસભ્ય પુરતી જ જવાબદારી છે. તેની સંગઠનમાંથી બાદબાકી

  •  સિદ્ધાર્થ પટેલનુ પક્ષમાં કોઈ વજૂદ નથી રહ્યું

  •  દિનશા પટેલ લોકસભાની હાર પછી ગાયબ થયા

  •  શૈલેષ પરમાર સિનિયર છતા કઈ ઉપજતું નથી

  •  જસદણ વિધાનસભામાં સોમાભાઈને જવાબદારી આપ્યા બાદ સાઈડમાં કરાયા

  •  અમદાવાદ શહેર સંગઠનમાં હિંમતસિંહ પટેલની બાદબાકી કરાઈ

  •  સંગઠનમાં નરેશ રાવલનુ કોઈ વજૂદ ન રહ્યુ


આ તમામ નેતાઓ પરેશ ધાનાણી અને અમિત ચાવડાથી નારાજ છે. અનેક વાર તેઓ  જાહેર મંચ પર પોતાની નારાજગી બતાવી ચૂક્યા છે. તેઓએ ધાનાણી અને અમિત ચાવડા સામે સવાલો ઉઠાવ્યા છે. તેમનું કહેવું છે કે, જસદણ વિધાનસભામાં મોટા નેતાઓને યોગ્ય જવાબદારી સોંપાઈ નથી. બંને યુવા નેતાઓને જસદણ જીતનો વધુ પડતો આત્મવિશ્વાસ હતો. આ સીનિયર નેતાઓને કોરાણે મૂકી દેવામાં આવ્યા છે. સનિયરને સ્ટ્રેટેજી અનં સંગઠનમાં પૂછવામાં નથી આવતું. ભરતસિંહ સોલંકી અમિત ચાવડા થકી કોંગ્રેસ ચલાવી રહ્યાનો આક્ષેપ તેઓએ લગાવ્યો છે. ત્યારે હવે નવા સંગઠનને લઈને સિનિયર નેતાઓની નારજગી સ્પષ્ટપણે સામે આવી છે. તેથી તેઓ સંગઠનને વિખેરીને નવો ઓપ અપવા હાઈકમાન્ડને  રજૂઆત કરશે. તેઓ ગુજરાતના પ્રભારી રાજીવ સાતવને મળી પોતાની દલીલો રજૂ કરશે, તથા ત્યાર બાદ રાહુલ ગાંધી સાથે પણ મુલાકાત કરશે.


ગઈકાલે 15 નેતાઓની બેઠક મળી હતી 
ગઈકાલે અર્જુન મોઢવાડિયાના ઘરે મળેલી બેઠકમાં 15 જેટલા કોંગ્રેસની નેતા હાજર રહ્યા હતા. જેમાં દિનશા પટેલ, અલ્પેશ ઠાકોર, અર્જુન મોઠવાડિયા, દિનશા પટેલ, સિદ્ધાર્થ પટેલ, શૈલેષ પરમાર, તુષાર ચૌધરી, રાજુભાઇ પરમાર, ઇન્દ્રવિજયસિંહ ગોંહિલ, સાગર રાયકા, નરેશ રાવલ અને સોમાભાઇ આ બેઠક થવાથી અનેક તર્ક વિતર્કો થઇ રહ્યા છે. આ બેઠકમાં કોંગ્રેસમાં ભંગાણ થાય તેવી શક્યતાઓ દેખાઇ રહી છે.