વિપુલ બારડ/ભાવનગર: ત્રણ દિવસ પહેલા ભાવનગર પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા એક પોલીસ જવાને પોતાના સરકારી નિવાસસ્થાને પોતાના જ ૩ માસૂમ બાળકોને તીક્ષ્ણ હથિયારથી ગળા કાપી મોતને ઘાટ ઉતારી દીધા હતા. જે મામલે મોટા ખુલાસો થયા છે, આ જવાન ને ઘરેલું ઝઘડા, પત્ની પર શંકા કુશંકા અને પટને તાંત્રિક વિધિ કરાવી હોવાના રટણ સાથે તેની માનસિક સ્થિતિ વિકૃત બની ગઈ હોવાનો ખલાસો થયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાવનગર શહેરના વિધાનગર વિસ્તારમાં આવેલ નવી પોલીસ લાઇનમાં રહેતો પોલીસ જવાન સુખદેવ નાજાભાઈ શિયાળ 1 સપ્ટેમ્બરના રોજ બપોરેના સમયે પોતાના પોતાના જ ત્રણ પુત્રોને આવેશમાં આવી જઇ તીક્ષ્ણ હથિયાર વડે ગળા કાપી હત્યા કરી નાખી હતી, અને બાદમાં આરોપી જવાન કશું બન્યું ન હોય તેમ હથિયાર ત્યાં જ છોડી જાતે પોલીસ કંન્ટ્રોલને જાણ કરી અને પોલીસને હવાલે થયો હતો.


અમદાવાદ: ગટરની સમસ્યા દૂર કરવા કોર્પોરેશનનો માસ્ટરપ્લાન, રોબોટ દ્વારા થશે સફાઇ


આ ઘટના બાદ ભાવનગર એસપી અને રેંજ આઈજી દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે અને આરોપીના રિમાન્ડ આજે પુરા થયા છે. રિમાન્ડ દરમિયાન આરોપી જવાને કબુલ્યું હતું કે, તે માનસિક રીતે વિકૃત થઈ ગયો હતો. તેના પર તેની પત્નીએ તાંત્રિક વિધિ કરાવી હોય તેવી તેને શંકા હતી અને જેના કારણે તે માનસિક વિકૃત બની ગયો હતો. અને ઘરમાં વાંરવાર ઝઘડાઓ થયા કરતા હતા જેથી તે આવેશમાં આવી અને ત્રણ બાળકોની હત્યા કરી નાખી હતી.


જામનગર: કોંગો ફિવરનો પોઝિટીવ કેસ સામે આવતા આરોગ્ય વિભાગ થયું દોડતું


હાલ આ આરોપી જવાનના રિમાન્ડ પુરા થતા તેને જેલ હવાલે કરવામાં આવશે અને રેંજ આઈજઈ દ્વારા આરોપી જવાન સામે ખાતાકીય પગલા લેતા તેને હાલ સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. અને આગળ તેની સામે કાર્યવાહી કરી ડીસમીસ કરવામાં આવશે.


જુઓ LIVE TV :