બનાસકાંઠા : ગુજરાતનાં સૌથી લાંબા એલિવેટેડ બ્રિજ પર ગત્ત મોડી રાત્રે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. બનાસકાંઠાના ડીસામાં બનેલા સૌથી લાંબા એલિવેટેડ બ્રિજ પર ઉદ્ધાટન પહેલા જ ટ્રેલર ચાલકે મજૂરોને અડફેટે લેતા એક લેબર કોન્ટ્રાક્ટરનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય પાંચ જેટલા મજુરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમને અલગ અલગ ખાનગી હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડાયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાઇવે નંબર 27 પર આવેલા ભારતનો બીજા નંબરનો સૌથી લાંબો અને ગુજરાતનાં પહેલા નંબરનાં એલિવેટેડ બ્રિજનાં ઉદ્ધાટન પહેલા જ મોટી દુર્ઘટના સર્જાઇ હતી. ડીસાની મધ્યમાંથી પસાર થતા નેશનલ હાઇવે 27 પર બનેલા એલિેટેડ બ્રિજ પર મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો. રાત્રીના સમયે બ્રિજ પર 15 જેટલા મજુરો સેફ્ટી બોર્ડ મુકીને કામ કરી રહ્યા હતા. તે સમયે અચાનક હાઇવે પર આવી ચડેલા ટ્રેલરે મજુરોને અડફેટે લીધા હતા. 


અકસ્માતમાં ટ્રેલર નીચે કચડાઇ જવાનાં કારણે 28 વર્ષીય લેબર કોન્ટ્રાક્ટર જયેશ ચૌધરીનું ઘટના સ્થળે કરૂણ મોત નિપજ્યું હતું. જ્યારે પાંચ મજુરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા હતા. ડમ્પર ચાલકે અકસ્માત સર્જીને એક બ્રેઝા ગાડી, એક બાઇક અને બે જીપને અડફેટે લીધી હતી. બનાવના કારણે ડીસા ઉત્તર પોલીસ અને આસપાસનાં લોકો ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટે ખસેડ્યા હતા. જો કે લેબર કોન્ટ્રાક્ટરનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube