નરેશ ભાલિયા/ જસદણ : થોડા દિવસ પહેલા જ જસદણના એક વિસ્તારમાં વિકાસના કામોમાં ટકાવારી લઈને જે ભ્રષ્ટ્રાચાર થઇ રહ્યો હતો તેનો પર્દાફાશ થયો હતો. જેને લઈને આજે જસદણ સેવાસદનમાં જસદણ અને વિછિયાના સરપંચો સાથે એક બેઠક યોજાઈ હતી. જેમાં રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી, ભૂતપૂર્વ મંત્રી અને ધારાસભ્ય કુંવરજી બાવળીયા, ભાજપના પ્રદેશ ઉપપ્રમુખ ભરત બોઘરા, જિલ્લા પંચાયત પ્રમુખ તાલુકા પંચાયત પ્રમુખ સહિતના આગેવોનો અને અધિકરીઓ પણ ઉપસ્થિતિ રહ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

NAVSARI માં એક વિદ્યાર્થી પોઝિટિવ આવ્યો અને ટ્રેસિંગ કરતા લાંબી લાંબી લાઇનો લાગી


આ તકે જસદણ અને વિછિયાના તમામ ગામોના સરપંચો પણ હાજર હતા. જેવો એ આજે અહીં જસદણ તાલુકા પંચાયતમાં ચલતા ભ્રષ્ટ્રાચાર સામે કડક પગલાં લેવાની માંગ કરી હતી, સાથે સાથે વિકાસના કામોમાં ટકાવારી લઈને કામોના બીલો પાસ કરવામાં ભ્રષ્ટ્રાચાર કરવામાં આવતો હતો. તેની સામે કડક તપાસ કરીને પગલાં લેવાની માંગ કરી હતી. અહીં આજે ગ્રામ પંચાયતના અનેક પ્રશ્નોની પણ રજુઆત કરવામાં આવી હતી અને તેનું તાત્કાલિક નિરાકરણ પણ કરવાં માટેની માંગ કરવામાં આવી હતી, સાથે સાથે ગ્રામ પંચાયતમાં જે કામો છે તેને એસ્ટીમેટને ફરીથી રિવાઇઝ કરીને નવા કામોની શરૂઆત કરવામાં આવૅ તેવી માગ કરવામાં આવી હતી. 


સામાન્ય બાબતે થયેલી બોલાચાલીમાં જુસબ મન્સુરી નામના વ્યક્તિની જાહેરમાં હત્યા


જે રજૂઆતોને રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા યોગ્ય રીતે નિકાલ કરવામાં આવશે સાથે અલગ અલગ 100 જેટલી રજુઆતો થઈ હતી. ત્યારે બાદ તાલુકાના તલાટી મંત્રી અને તાલુકા પંચાયતના તંત્ર સાથે પણ મિટિંગ કરી હતી. છેવાડાના લોકોને કોઈ પણ કચેરીમાં આ સુવિધા ન હોવી જોઈએ તેની પણ સૂચના આપવામાં આવી. જો કોઈ પણ સરપંચોની રજુઆત હોય તો અને ઇસ્યુ હોય તો સીધી જ અમને ફરિયાદ કરો સાથે રજૂઆતોનું ઝડપી નિરાકરણ થાય તેવા પ્રયાસો કરીશું. સાથે જે ટકાવારી લેવામાં આવે છે તેમાં ઝડપી કાર્યવાહી કરી તેની કડક તપાસ કરીને દોષિતોને સજા કરવાની બાહેંધરી આપવામાં આવી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube