અર્પણ કાયદાવાલા, અમદાવાદ: રાજ્યનું સૌથી મોટુ બજેટ ધરાવતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નામ, લોગો અને તેના ઉચ્ચારણને લઇને મોટો વિવાદ સામે આવ્યો છે. જેમાં તંત્રના જ વિવિધ માધ્યોમાં અમદાવાદ અને અહેમદાબાદ તરીકે અલગ અલગ પ્રકારે ઉલ્લેખ કરાતા મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર અને તેના ભાજપી શાષકોની નિર્ણયશક્તિ સામે અનેક પ્રશ્નો ઉઠ્યા છે. સૌથી મોટી બાબત એ છેક કે મોદી-ટ્રમ્પને આવકારતા પોસ્ટરોમાં પણ આજ  વિરોધાભાસ ઉડીને આંખે વળગી રહ્યા છે. જેમાં હોર્ડિંગ્સ પર ઇંગ્લીશમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન લખવામાં આવ્યુ છે, જ્યારે તેજ પોસ્ટર પર જોવા મળતા તંત્રના લોગોમાં હિન્દીમાં અહેમદાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શબ્દપ્રયોગ કરવામાં આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

9685 કરોડનું વાર્ષિક બજેટ ધરાવતા અને ગુજરાતના સૌથી આધુનિક મ્યુસિપિલ કોર્પોરેશન ગણાતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નામકરણ, ઉચ્ચાર અને તેના સ્પેલિંગને લઇને મોટો વિરોધાભાસ સામે આવ્યો છે. તંત્રનો જે સત્તાવાર લોગો છે, તેમાં ઇંગ્લિશમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન લખવામાં આવે છે, પણ તેજ લોગોમાં હિન્દીમાં અહેમદાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન લખાયેલુ સ્પષ્ટ જોવાઇ શકે છે. તો મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટનું એડ્રેસ  www.ahmedabadcity.gov.in  છે, પરંતુ તેના પર મૂકવામાં આવેલા લોગોમાં મોટો વિરોધાભાસ જોવા મળે છે. તેમાં ઇંગ્લિશમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન લખવામાં આવે છે, પણ તેજ લોગોમાં હિન્દીમાં અહેમદાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન લખાયેલુ સ્પષ્ટ જોવાઇ શકે છે. 


આવો જ વિરોધાભાસ ફેસબુક અને ટ્વિટર પર પણ જોવા મળે છે. ફેસબુકમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના નામથી એકાઉન્ટ બનાવાયુ છે, પરંતુ તેજ એકાઉન્ટ ધ્યાનથી જુઓ તો ઓફીસિયલ એકાઉન્ટ ઓફ અહેમદાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, ઇંગ્લિશમા લખેલુ જોવા મળે છે. આવો મોટો વિરોધાભાસ ટ્વિટર હેન્ડલ ઉપર પણ જોવા મળે છે. અમદાવાદએએમસી નામથી ટ્વિટર હેન્ડલ છે, પણ તેમાં ઉંડાણથી જોતા ઓફીસિયલ એકાઉન્ટ ઓફ અહેમદાબાદ મ્યુનિસિપલ કોર્પોરેસન નો ઉલ્લેખ જોઇ શકાય છે. તો વધુ એક વિરોધાભાસ તંત્રના સ્માર્ટસિટીના ટ્વિટર હેન્ડર પર જોવા મળે છે, જેમાં સ્માર્ટસિટી અમદાવાદ નામથી ટ્વિટર એકાઉન્ટ છે, પરંતુ અંદર ઉલ્લેખ છે ઓફિસિયલ ટવિટર એકાઉન્ટ ઓફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન....


હાલ જ્યારે શહેરભરમાં મોદી-ટ્રમ્પને આવકારતા પોસ્ટરો જોવા મળી રહ્યા છે, તો તેમાં પણ તંત્રની આજ બેદરકારી ઉડીને આંખે વળગી રહી છે. જેમાં પણ ઇગ્લિંશમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન  લખવામાં આવ્યુ છે, જ્યારે તેજ પોસ્ટર પર જોવા મળતા તંત્રના લોગોમાં હિન્દીમાં અહેમદાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શબ્દપ્રયોગ કરવામાં આવ્યો છે.  ત્યારે સમગ્ર મામલે ઝી 24 કલાકે મામલો દર્શાવતા મેયરે પણ આ બાબતનો સ્વિકાર કર્યો છે અને આ બાબતે બને એટલો સુધારો કરવાની અને ભવિષ્યના તમામ માધ્યમોમાં પણ એકસુત્રતા જળવાય એ મુજબ કામ કરવાની ખાતરી આપી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube