Tiktok Star Kirti Patel Arrested : ગુજરાતની વિવાદિત ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ ફરી વિવાદોમાં આવી છે. જૂનાગઢના ભેંસાણમાં કીર્તિ પટેલ અને તેના સાથીદારોની ધરપકડ કરવામાં આવી છે. કીર્તિ પટેલ અને તેના સાથીઓ પર યુવકને ધમકાવવા અને પીટવાનો ગુનો દાખલ કરાયો છે. કીર્તિ પટેલે વીડિયો અપલોડ કરીને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીના ભત્રીજા પર અપશબ્દો બોલવાનો આરોપ લગાવ્યો હતો અને ધમકી આપી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શુ હતો મામલો 
પ્રાપ્ત માહિતી અનુસાર, કીર્તિ પટેલે ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કર્યો હતો, જેમાં તેણે જુનાગઢના ભેંસાણનો યુવક જમન ભાયાણીને માર મારવાની ધમકી આપી હતી. એટલુ જ નહિ, ત્યાર બાદ આ વિવાદિત સ્ટાર પોતાના સાથીદારો સાથે જમન ભાયાણીને માર મારવા ભેંસાણ પહોંચી હતી. જ્યાં પોલીસે તમામની ધરપકડ કરી હતી. પરંતું કીર્તિ પટેલ કંઈ કરે તે પહેલા જ તેની ધરપકડ કરાઈ હતી. સાથે જ કીર્તિ પટેલ તેમજ તેના સાથીઓ પર ગુનો દાખલ કરાયો છે. સાથે જ પોલીસે તેમની પાસેથી બે કાર પણ જપ્ત કરી છે. 


કહેવાય છે કે, કીર્તિ પટેલે જે જમન ભાયાણીની ધરપકડ કરી હતી, તે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીના ભત્રીજા હોવાનું કહેવાય છે. ભૂપત ભાયાણી જુનાગઢની વિસાવદર સીટથી જીત્યા હતા. કીર્તિ પટેલે ઈન્સ્ટાગ્રામ પર જે ધમકીભર્યો વીડિયો અપલોડ કર્યો હતો તેમાં કહ્યુ હતું કે, ભૂપત ભાયાણીના ભત્રીજા દીકરીઓની વિરુદ્ધ અપશબ્દો બોલ્યા છે. તેથી હું ભેંસણ જઈ રહી છું. જો મને કંઈ થયુ તો ભૂપત ભાયાણી જવાબદાર રહેશે. 


પહેલા પણ કીર્તિ પટેલની થઈ છે ધરપકડ
સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલ નામની યુવતી સામે અગાઉ સુરત અમદાવાદના સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાઈ ચુક્યો છે. તો અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં કીર્તિ પટેલ સામે ગુનો નોંધાયો છે. આ કેસમાં પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી. જેમાં સેટેલાઈટ વિસ્તારમાં થયેલી મારામારીના ગુનાની અદાવત રાખીને વસ્ત્રાપુરની યુવતીને ધમકી આપી સોશિયલ મીડિયામાં તેના વિરુદ્ધ બીભત્સ લખાણ અને ફોટા વાયરલ કરવા કરવા બદલ કીર્તિ પટેલ અને ભરત ભરવાડ સામે વસ્ત્રાપુર પોલીસે ગુનો દાખલ કર્યો હતો.