ઝી બ્યુરો/અમદાવાદ: અમદાવાદમાં ઘાટલોડિયાની કેલોરેક્ષ સ્કૂલ ફરી એકવાર મોટા વિવાદમાં આવી છે. કેલોરેક્ષ સ્કૂલે ગણેશોત્સવ અને ઈદ નિમીત્તે સાંસ્કૃતિક કાર્યક્રમ આયોજિત કર્યો હતો, જેમાં શાળાના વિદ્યાર્થીઓ પાસે નમાજ પઢાવવામાં આવી હોવાનો વીડિયો વાયરલ થતા ખળભળાટ મચી જવા પામ્યો છે. વિદ્યાર્થીઓ પાસે નમાઝ અદા કરાવવા મામલે વાલીઓએ પણ જોરદાર વિરોધ નોંધાવ્યો છે. આ અંગે VHPએ સ્કૂલમાં ધસી આવ્યા હતા અને નમાઝ અદા કરાવનાર શિક્ષકને માર માર્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે ઘાટલોડિયાની કેલોરેક્ષ સ્કૂલમાં નમાજ પાઢવાનો વિડિયો વાયરલ થયો હતો. શાળાના વિદ્યાર્થીને નમાજ પઢવામાં આવી હોવાનો વિડ્યો ફેસબૂક પર વાયરલ થયો હતો. આ અંગે વિદ્યાર્થીના વાલીઓને જાણ થતાં તેઓ શાળામાં પહોંચી ભારે હોબાળો કર્યો હતો. આ ઘટના અંગે VHP કાર્યકરોને જાણ થતાં તેઓ પણ સ્કૂલે પહોંચ્યા હતા અને હંગામો કર્યો હતો. ભારે વિરોધ બાદ શાળાએ પોતાની ભૂલ સ્વીકારીને માફી માંગી હતી. ભવિષ્યમાં આવી ભૂલ નહીં થાય એવું લખાણ પણ લખાવવામાં આવ્યું હતું. જો કે આ વીડિયો બે દિવસ જૂનો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. 



નમાઝના કાર્યક્રમના આયોજન બદલ માફી માગી 
વાલીઓ અને હિંદુ સંગઠનોએ શાળામાં પહોંચી વિરોધ કર્યો ત્યારબાદ VHPના કાર્યકરોએ નમાઝ પઢાવનારા શિક્ષકને બેરહેમીથી માર માર્યો હતો. જો કે વિવાદને પગલે શાળા તંત્ર દ્વારા નમાઝના કાર્યક્રમ બદલ માફીનામુ પણ જાહેર કરવામાં આવ્યુ છે. ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન નહીં થાય તેવી શાળા દ્વારા બાંહેધરી આપવામાં આવી છે. માફીનામામાં પણ આવી ભૂલ ન થાય તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.



નમાજને લઈને શિક્ષણમંત્રી એક્શનમાં
અમદાવાદની કેલોરેક્ષ સ્કૂલમાં નમાજને લઈને શિક્ષણમંત્રી એક્શનમાં આવ્યા છે. શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે ઘટનાને લઈને સમગ્ર રિપોર્ટ મગાવ્યો છે. શાળામાં વિવાદના મુળ સુધી પહોંચવા શિક્ષણમંત્રીએ સૂચના આપી છે. શાળામાં શિક્ષણના કાર્ય પર ભાર મૂકવા સૂચના અપાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી બાજુ શિક્ષણમંત્રીને ઝડપથી રિપોર્ટ સોંપવા DEOને તાકીદ કરી છે.