ઝી ન્યૂઝ/વડોદરા: ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે હજુ 6 મહિનાનો સમય બાકી છે. પરંતુ તમામ દિગ્ગજ નેતાઓના ગુજરાતમાં ધામા વધી ગયા છે. હાલ રાહુલ ગાંધી એક વિવાદમાં ફસાયા છે. રાહુલ ગાંધીની એક ભૂલના કારણે ભાજપ નેતાએ આડે હાથ લીધા છે. રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત પર આ વિવાદ થયો છે. ભાજપના નેતા ભરત ડાંગરે રાહુલ પર અનેક સવાલો ઉઠાવ્યા છે. રાહુલ ગાંધીએ સુતરની આંટી પેહરવાનો ઈનકાર કરતા ભાજપના નેતાએ સવાલ ઉઠ્યા છે. રાહુલના સ્વાગત સમયે સુતરની આંટી પહેરાવાઈ હતી. વડોદરા એરપોર્ટ પર રાહુલ ગાંધીનું સ્વાગત થયું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બરોડા એરપોર્ટ પર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સૂતરની આંટી પહેરવાનો ઇન્કાર કર્યો હતો. તેને લઇ રાજકારણ ગરમાયું છે. રાહુલ ગાંધીએ સૂતરની આંટી પહેરવાનો ઇનકાર કરતા ભાજપે આકરા પ્રહાર કર્યા છે. રાહુલ ગાંધી મુદ્દે ભાજપના નેતા ભરત ડાંગરે એક ટ્વીટ કર્યું છે. જેમાં લખવામાં આવ્યું છે કે બાપુની પ્રિય સુત્તરની આંટી પહેરી તો નહીં, પરંતુ પગથિયાં પર ફેંકીને બાપુનું અપમાન કર્યું છે. સત્તા લાલસું કોંગ્રેસ માફી માંગે.



ભાજપે નેતાએ જણાવ્યું કે ગાંધીજી ગુજરાતમાં જે ખાદી લાવ્યા હતા, તેનું આ અપમાન છે. ફક્ત અટક હોવાના કારણે ગાંધીના ગુણ નથી હોતા તેનું આ ઉદાહરણ છે. ભાજપના અન્ય એક નેતાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના નેતાઓને ગાંધીજીના મૂલ્યોનું કોઈ મહત્વ હોય એવું લાગતું નથી. ગાંધીજી ગુજરાતમાં જે ખાદી લાવ્યા હતા તેનું આ અપમાન છે. 


આ વિશે મળતી માહિતી પ્રમાણે કોંગ્રેસના આગેવાનો દ્વારા રાહુલ ગાંધીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારે કોંગી નેતાઓએ રાહુલ ગાંધીને સુતરની આંટી પહેરાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ રાહુલ ગાંધીએ સુતરની આંટી પહેરવાનો ઇન્કાર કર્યો હતો. જેનો વીડિયો વાયરલ થયા બાદ ભાજપે રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા છે.



મનિષ દોશીનો પલટવાર
ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીએ સુત્તરની આટી ના પહેરવાની વાતને ભાજપે મુદ્દો બનાવ્યો હતો. ભાજપ નેતાઓના નિવેદન અંગે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે, દાહોદ ખાતે આદિવાસી સત્યાગ્રહથી ભાજપ ચિંતામાં ડરાયેલ અને બેબાકળા બનેલા ભાજપના નાના નેતાઓ નાની ભૂલો માટે ટ્વીટનો સહારો લઇ રહ્યા છે. ગાંધી આંદોલન સાથે સંકળાયેલા નથી એમને ખાદી યાદ આવે છે. જંગી જનમેદની ઉમટી પડતા એમની તબિયત બગડી છે. આટી ના સ્વીકારવાવાળી વાત કરતા એ જણાવો કે ખાદી પર ટેક્ષ માફ ક્યારે કરશો.