તેજસ દવે/મહેસાણા: મહેસાણા રાધનપુર ચોકડી પર આવેલ કિડસ કિંગડમ સ્કૂલમાં બકરી ઈદની વિધાર્થીઓ પાસે ઉજવણી કરાવતા મામલો ગરમાયો છે. હિન્દૂ સંગઠન દ્વારા વિરોધ કરી રામધૂન બોલાવી ભારે વિરોધ સાથે સ્કૂલ પાસે હોબાળો મચાવ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં આફત લાવશે જુલાઈનો વરસાદ, અંબાલાલ પટેલની વધુ એક ઘાતક આગાહી


મહેસાણા સ્થિત કિંડસ કિંગડમ સ્કૂલમાં બકરી ઇદની ઉજવણી અંગે ગઈકાલે સોશ્યલ મીડિયામાં રોષ બાદ હિન્દૂ સમાજ અને હિન્દૂ સંગઠનો એ આજે સ્કૂલમાં ઘુસી પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. ગઈકાલે બકરી ઇદની રજા હોવાથી સ્કૂલ બંધ હતી પરંતુ આજે હિન્દૂ બહુ સંખ્યક વિસ્તારમાં આવેલી અને હિન્દૂ બાળકો અભ્યાસ કરે છે.


Pics: ગુજરાતનું 'ધરતી પરનું સ્વર્ગ' જોયું છે? બિગ બીએ ગણાવ્યું ગુજરાતની 'આંખનો તારો'


એ કિંડસ કિંગડમ સ્કૂલમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ સહિત ના હિન્દૂ સંગઠનો આજે કિંડસ કિંગડમ સ્કૂલે પહોંચી ભારે વિરોધ કર્યો છે. વિરોધની સાથે હિન્દૂ સંગઠનોએ બકરી ઇદ ઉજવણીના વિરોધ સાથે જયશ્રી રામની ધૂન પણ બોલાવી હતી. સ્કૂલમાં હિન્દૂ સંગઠનોના વિરોધ અને રોષના પગલે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. 


પ્રેમ પ્રકરણમાં યુવકની હત્યા કરીને તે સાધુ બન્યો, પોલીસે 23 વર્ષ બાદ મથુરાથી ઉઠાવ્યો


બકરી ઇદ ઉજવણી વિવાદ બાદ સ્કૂલ સંચાલકોએ લેખિતમાં માફી હિન્દૂ સંગઠનોએ સ્કૂલમાં ઘુસી વિરોધ નોંધાવ્યો હતો. જેને લઈ શાળાના સંચાલકોએ લેખિત અને મૌખિક માફી માંગી હતી. પોલીસે મધ્યસ્થી કરી મામલો હાલમાં તો થાળે પાડ્યો છે.


આંખો બંધ કરી લો આ છે ભારતની Best CNG cars, ઓછી કિંમત અને શાનદાર માઈલેજ