અખિલ ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળમાં વિવાદ, સર્જાયા ભાગલા
શિક્ષણમાં ઉદભવતા પ્રશ્નોની સરકારમાં રજૂઆત કરતા ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ અને અખિલ ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ વચ્ચે વિવાદ પેદા થયો છે. શિક્ષકોના પ્રશ્નોનું નિરાકરણ આવે તે માટે બનેલા મહામંડળ હાલ પોતાના જ પ્રશ્નોનું નિરાકરણ કરવામાં અસમર્થ બન્યા છે. 1960થી કાર્યરત ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના અધ્યક્ષની મંજુરી વગર જ 2007માં બનેલા અખિલ ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા અધિવેશન બોલાવવાનો નિર્ણય લેવામાં આવતા બંને મંડળ વચ્ચે હાલ ભાગલા જોવા મળી રહ્યા છે.
અતુલ તિવારી/અમદાવાદ: શિક્ષણમાં ઉદભવતા પ્રશ્નોની સરકારમાં રજૂઆત કરતા ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ અને અખિલ ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ વચ્ચે વિવાદ પેદા થયો છે. શિક્ષકોના પ્રશ્નોનું નિરાકરણ આવે તે માટે બનેલા મહામંડળ હાલ પોતાના જ પ્રશ્નોનું નિરાકરણ કરવામાં અસમર્થ બન્યા છે. 1960થી કાર્યરત ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના અધ્યક્ષની મંજુરી વગર જ 2007માં બનેલા અખિલ ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા અધિવેશન બોલાવવાનો નિર્ણય લેવામાં આવતા બંને મંડળ વચ્ચે હાલ ભાગલા જોવા મળી રહ્યા છે.
ગ્રાન્ટેડ સ્કૂલોના પ્રશ્નો મુદ્દે 1960માં ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ અને ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ ટ્રસ્ટની રચના કરાઈ હતી. આ મહામંડળમાં રાજ્યના 33 જિલ્લા અને 6 મહાનગર પાલિકાઓના જિલ્લા ઘટક મંડળના 577 જેટલા સંસદ સભ્યો જોડાયેલા છે. વર્ષો જુના શાળા સંચાલક મહામંડળ સાથે છેડો ફાળીને 2007માં નવું શાળા સંચાલક મહામંડળ બનાવવામાં આવ્યું. જેને લઈને 1960મા બનેલા ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળે નવા મંડળની રચના સામે નારાજગી પણ દર્શાવી હતી.
પરંતુ હવે 2007માં નવા બનેલા અખિલ ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા અધિવેશન બોલાવવામાં આવતા 1960થી કાર્યરત સંચાલક મહામંડળ દ્વારા આ અધિવેશનને ગેરમાન્ય ઠેરવવામાં આવ્યો છે. આ વિશે વધુ જાણકારી આપતા ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે જણાવ્યું હતું કે, મહામંડળ દ્વારા આગામી 28 ફેબ્રુઆરીના રોજ કલોલ ખાતે અધિવેશન બોલાવવામાં આવ્યું છે.
છતાં પણ જે કોઈ 2007માં બનેલા અખિલ ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ અધિવેશનમાં ભાગ લે છે તે તેની મરજી અને વ્યક્તિગત નિર્ણય હશે. શિક્ષણ જગતના પ્રશ્નોનું નિરાકરણ આવે તે માટે મહામંડળ હમેશા પ્રયત્નશીલ છે અને સૌ કોઈ સાથે મળીને ભવિષ્યમાં જરૂરી વિષય પર સરકારમાં રજૂઆત કરતા રહેશે માટે અન્ય કોઈ મહામંડળની આવશ્યકતા નથી.