Gujarat Elections 2022:ગુજરાત ચૂંટણીને લઈ ભાજપે અત્યાર સુધી 166 ઉમેદવારો જાહેર કર્યા છે. જ્યારે 16 ઉમેદવારોની પસંદગીનું કોકડું ગુંચવાયું છે. પરંતુ અમુક જગ્યાએ ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારો જાહેર કર્યા બાદ ભડકો જોવા મળી રહ્યો છે. અનેક દિગ્ગજ નેતાઓની ટિકીટ ભાજપે કાપી છે, ત્યારે અમુક ટિકિટવાંછુ અને તેમના સમર્થકો નારાજ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેશોદ ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણીએ રાજીનામું આપ્યું છે. તેમણે તમામ પદેથી રાજીનામું આપ્યું છે. ટિકિટ ના મળતાં પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણીએ ભાજપમાંથી રાજીનામું આપ્યું હોવાની માહિતી મળી રહી છે. હવે અરવિંદ લાડાણી અપક્ષમાંથી ચૂંટણી લડશે. એટલું જ નહીં, પક્ષમાં થતી અવગણનાને લઈ તેમણે રાજીનામું આપ્યું છે. કેશોદ બેઠક માટે તેઓ પ્રબળ દાવેદાર હતા તેમ છતાં પસંદગી ન થતાં આ પગલું ભર્યું છે.


આ પણ વીડિયો જુઓ:-


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube