ઝી બ્યુરો/ગાંધીનગર: ગાંધીનગરની કલોલ નગરપાલિકામાં મારામારી થઈ હોવાની સામે આવ્યું છે. ટેન્ડર પ્રક્રિયાને લઈને ભાજપના બે જૂથ સામે સામે આવી જતાં લાફાવાળી થઈ. 200થી વધુ લોકોનું ટોળું ચેરમેનની ચેમ્બર સુધી ઘૂસી ગયું હતું, જેથી પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. ધારાસભ્યની ગ્રાન્ટના કામોનું રિટેન્ડરિંગ કરતા આખી બબાલ થઈ હોવાનું સામે આવ્યું છે, સાથે પ્રજાના કામ ન થતાં હોવાના પર આરોપ લાગ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રલય આવશે પ્રલય! આ આગાહી માત્ર ગુજરાત માટે જ નથી, આ રાજ્યોના હાલ પણ બુરા થશે


આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે કલોલ મહાનગર પાલિકામાં વિકાસના કામોને સ્ટેન્ડિંગ કમિટીએ અગાઉથી મંજૂર કરેલા કામોનું ફરીથી રિ-ટેન્ડરિંગ કરતાં વિવાદ થયો હતો. જેમાં મારામારીના દ્રશ્યો સામે આવ્યા હતા. સૌથી પહેલા ઉગ્ર બોલાચાલી થયા બાદ લોકો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પર તૂટી પડ્યાં હતા. એક જૂથ દ્વારા નગરપાલિકામાં હલ્લાબોલ કરવામાં આવ્યો હતો અને કારોબારી સમિતિના ચેરમેનની ચેમ્બરમાં ઘુસીને ઉગ્ર રજુઆત કરાઈ હતી. ત્યારબાદ ઉશ્કેરાયેલા લોકોએ તોડફોડ અને પાલિકા પ્રમુખ સાથે લાફાવાળી કરી હતી.


પક્ષીજગતમાં અનોખી ઘટના! કચ્છમાં જ જોવા મળતા પક્ષી જામનગરમાં જોવા મળતા અનેરો ઉત્સાહ  


તમને જણાવી દઈએ કે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી કરોડોના વિકાસના કામો મંજૂર કરવામાં આવ્યા હતા. સોસાયટીઓમાં પેવર બ્લોક અને સી.સી. રોડ બનાવવાની કામગીરી કરવામાં આવનાર હતી. ત્યારે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂર થયેલ કામનું રિ-ટેન્ડરિંગ માગવામાં આવ્યું હતું, જેના કારણે કામ ખોરવાઈ ગયું. 200થી વધુ લોકોનું ટોળું નગરપાલિકા કચેરીમાં ઘુસી જતાં પોલીસ બોલાવવાની ફરજ પડી હતી.