Vadodara New : વડોદરા શહેર ભાજપમાં વિવાદો પૂરા થવાના નામ નથી લઈ રહ્યાં. ભાજપના નવા કાર્યાલયના ઉદ્ધાન બાદ કાર્યાલયમાં લાગેલી તક્તી પર તકરાર શરૂ થઈ. રવિવારે તક્તીનું અનાવરણ અને સોમવારે તક્તી ઉતારી લેવાઈ.તખ્તી પરથી સાંસદ, મેયર, ધારાસભ્યોનાં નામોની બાદબાકીથી વિવાદ વકર્યો. જેથી ભાજપ કાર્યાલયની તકતી પ્રદેશ મોવડી મંડળના આદેશ બાદ 24 કલાકમાં જ હટાવી લેવાઈ છે. પ્રદેશના નેતાઓની નારાજગી અને પ્રદેશ પ્રમુખની સૂચના બાદ તાત્કાલિક તકતી દૂર કરાઈ છે. આ ઘટના બાદ ચર્ચાઓ એવી થઈ રહી છે કે, કમુરતામાં કાર્યાલય શરૂ કરવાની ઉતાવળ શહેર ભાજપ પ્રમુખ ડૉક્ટર વિજય શાહને ભારે પડી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાટીલે અનાવરણ કરેલી તકતી હટાવી લેવાઈ
વડોદરાના કારેલીબાગ જલારામ મંદિર રોડ ઉપર નવું નમો કમલમ બનાવવામાં આવ્યું છે. 3 માળનુ કોર્પોરેટ સ્ટાઇલથી આધુનિક જરૂરિયાત સમાવતું નમો કમલમ છે. ત્યારે રવિવારે 22 ડિસેમ્બરના રોજ આ કાર્યાલયનું ઉદઘાટન ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના હસ્તે કરવામાં આવ્યુ હતું. સ્થાનિક ધારાસભ્ય, ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ આ પ્રસંગે હાજર રહ્યા હતા. પરંતું ભાજપના નવા કાર્યાલયને પહેલા જ દિવસે વિવાદનો સામનો કરવો પડ્યો છે. માત્ર 24 કલાકમાં નવા બનેલા કાર્યાલયની તખ્તી હટાવી લેવામાં આવી છે. તખ્તા પલટ તો આપણે સાંભળ્યું હતું, પરંતુ અહી તો તખ્તી પલટ થઈ છે. 


જામનગરના પરિવાર સાથે વૃન્દાવનના પ્રખ્યાત બાંકે બિહારી મંદિરમાં થઈ મારામારી


સરકારે લાઈટ બિલમાં કરી ઘટાડાની જાહેરાત, ગુજરાતની જનતાને રાહત આપતી આજની મોટી ખબર