ગીર જંગલમાં નિયમ ભંગનો વિવાદ, કોંગ્રેસે જીતુ વાઘાણી સામે સાધ્યું નિશાન
ગીરના જંગલમાં પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીની જીપમાં લટાર ચર્ચાનું કેન્દ્ર બનતા તેઓએ ખુલાસા તો કર્યા છે. પરંતુ સરકારનું મૌન છે. સમગ્ર ભાજપ જીતુ વાઘાણીના સમર્થનમાં આવી છે. પરંતુ સરકાર તરફથી હજુ અકળ મૌન ચર્ચાનું કેન્દ્ર છે. સામાન્ય વ્યક્તિ જો અભયારણ્યમાં પ્રતિબંધિત વિસ્તારમાં દેખાય તો વનવિભાગ આકરો દંડ વસૂલે છે.
બ્રિજેશ દોશી/અમદાવાદ: ગીરના જંગલમાં પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીની જીપમાં લટાર ચર્ચાનું કેન્દ્ર બનતા તેઓએ ખુલાસા તો કર્યા છે. પરંતુ સરકારનું મૌન છે. સમગ્ર ભાજપ જીતુ વાઘાણીના સમર્થનમાં આવી છે. પરંતુ સરકાર તરફથી હજુ અકળ મૌન ચર્ચાનું કેન્દ્ર છે. સામાન્ય વ્યક્તિ જો અભયારણ્યમાં પ્રતિબંધિત વિસ્તારમાં દેખાય તો વનવિભાગ આકરો દંડ વસૂલે છે. પરંતુ શું જીતુ વાઘાણી ભાજપના નેતા છે તેથી તેમને છૂટો દોરી આપી દીધો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આવા અનેક સવાલો આ તસવીરો પરથી ઉઠી રહ્યા છે. કોંગ્રેસે ભાજપ પર પ્રહાર કરીને કર્યું કે, ગંભીર અને ચિંતાનો વિષય છે. અને વાઘાણી સામે કાયદાકીય કાર્યવાહી કરવા માગ કરી.
ગીરના જંગલમાં પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી જાતે જીપ ચલાવીને ફરતા હોવાનો વીડિયો વાયરલ થયો છે. જેને લીને સવાલ ઉઠતા તેઓએ સ્પષ્ટતા આપવા સામે આવ્યા હતા. તેઓએ કહ્યુ હતુ કે, જલજીલણી એકાદશીને લઈને ગીરગઢડાના કાર્યક્રમમાં ગયો હતો. જે રસ્તેથી ગયો તે વિસાવદર સત્તાધારનો રસ્તો છે. અને જાહેર લોકો માટે પણ ખુલ્લો જ છે. હું પ્રતિબંધિત વિસ્તારમાં ગયો જ નથી. અને જે જીપની વાત છે. તે જીપ પણ માન્યતા પ્રાપ્ત છે.
ઉલ્લેખનિય છે કે, વિવાદમાં રહેતા જીતુ વાઘાણીએ વનરાજોના વેકેશન સમયે ગીર નેશનલ પાર્કમાં જોવા મળ્યા છે. એટલું જ નહીં તેમણે ગીર અભયારણ્યમાં જાતે જીપ પણ ચલાવી. અને સીટ બેલ્ટ પણ પહેર્યો ન હતો. અને આ ફોટા વાઘાણીએ પોતે જ ફેસબૂકમાં પોસ્ટ કર્યા છે.
જુઓ Live TV:-