Loksabha Election અલકેશ રાવ/બનાસકાંઠા : બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની ચૂંટણીના ફોર્મની ચકાસણી શરૂ કરાતા કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર પાલનપુર કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને ભાજપ અને ચૂંટણી અધિકારીઓ ઉપર આક્ષેપ કરતા કહ્યું હતું કે, મારૂ ફોર્મ રદ થાય તેવા પ્રયાસો કરાયા છે. ભગવાન તેમને સદબુદ્ધિ આપે. મારુ ફોર્મ રદ થાય તેવા પ્રયાસો કરાયા છે એ એમની માનસિકતા બતાવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ત્રણ-ત્રણ વકીલો રાખી મારું ફોર્મ રદ કરાય તેવો પ્રયાસો કર્યા
બનાસકાંઠા લોકસભાની ચૂંટણી માટે ભાજપ -કોંગ્રેસ અને અપક્ષો સહિત 41 ફોર્મ ભરાયા છે. જોકે આજે પાલનપુર કલેક્ટર કચેરીએ ઉમેદવારોના ફોર્મની ચકાસણી શરૂ કરતાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર પહોંચ્યા હતા. જ્યાં તેમને ચૂંટણી અધિકારી અને ભાજપ ઉપર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે, ચૂંટણી પંચ અને ચૂંટણી અધિકારીનો આભાર માનવો જોઈએ કે તેમને ત્રણ-ત્રણ વકીલો રાખીને બિનજરૂરી વાંધાઓ આપ્યા. જે એમની માનસિકતા બતાવે છે. ત્રણ-ત્રણ વકીલો રાખીને તેમને સામેના ઉમેદવારનું ફોર્મ રદ કરાય તેવો પ્રયાસો કર્યા તે ભાજપની માનસિકતા છે. જેમને જનાદેશ ગુમાવી દીધો છે. મારા સોગંધનામાની અંદર મિકલતના ભાવમાં વાંધા કાઢયા. જેમાં મારી 2007 થી 2024ની મિલ્કતનું એફિડેવિટ સરખું જ છે. એમની જંત્રીઓ સરકાર લોકોનું શોષણ કરવા ખોટી રીતે વધારે તો એમો સુધારો કરવો પડે. વેલ્યુશન વધારવું એ કામ સરકારનું છે એટલે અમે જંત્રી પ્રમાણે મિલકતની કિંમતમાં વધારો કર્યો છે. તો અમે તે પ્રમાણે એફિડેવિટ કર્યું છે. જ્યાં માનસિકતા જ એ પ્રકારની હોય તો અમે કઈ કરી ન શકીએ અમે જનતાના દરબારમાં જવાના છીએ. 


ગૃહમંત્રીનું સરવૈયું : અમિત શાહ આટલા કરોડની સંપત્તિના માલિક, શાહ સામે છે આટલા કેસ


લોકશાહીનું ગળું દબાવવાનું વર્તન
ગેનીબેન આક્ષેપ કર્યો કે, ભાજપના લોકોએ SC અને ST સમાજના લોકોને કોંગ્રેસના ઉમેદવારના મત તૂટે તે માટે ઉમેદવારી પત્રો ભરાયા છે. જે સમાજના લોકોએ ભાજપને ફાયદો કરવા ફોર્મ ભર્યા છે તેમને કોઈ સમાજના ટેકાથી નથી ભર્યા, વ્યક્તિગત ભર્યા છે. એ લોકો લાલચ માટે ફોર્મ ભર્યા એમાં તેમના સમાજના લોકો લાલચમાં આવવાના નથી. અંતે તો 20 લાખ મતદાતાઓ ઉપર છોડો, ને તમારે ઉમેદવારોને ફોર્મ ભરાવીને લાલચો આપવી પડે. તેમને અન્ય જગ્યાએ લઈ જવા પડે એમને ઘરે ન આવવા દેવા પડે ડરાવવા પડે. આ લોકશાહીનું ગળું દબાવવાનું વર્તન થઈ રહ્યું છે. ભગવાનને પ્રાર્થના કરીએ તેમની માનસિકતા સુધરે. એમને હારની નિશાની દેખાઈ રહી છે જોકે બનાસકાંઠાની જનતા કોંગ્રેસ સાથે રહેવાની છે. 


ક્ષત્રિયોએ તલવાર તાણી, આંદોલન પાર્ટ-2 શરૂ : 8 બેઠકો પર ભાજપને હરાવવાની આપી ચીમકી


ગેનીબેનની મિલકતમાં ભૂલ કઢાયાનો આરોપ
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના ગેનીબેન ઠાકોરે ઉમેદવારી પત્રમાં મિલકતમાં શરતચૂકથી બજાર કિંમત અને સરવાળાના ફેરફાર હોવાથી નવું સોગંધનામું રજૂ કર્યું હતું. જેમાં સ્થાવર મિલકત અને બજાર કિંમતમાં 4 જગ્યાએ સુધારા કર્યા હતા. તો ભાગ-ખ માં સ્થાવર મિલકતમાં સુધારો, સ્વ ઉર્પાજીત સ્થાવર મિલકતમાં ખરીદ કિંમતમાં સુધારો, અને અંદાજીત ચાલુ બજાર કિંમતમાં સુધારા સહિત 7 સુધારા કરી નવું સોગંધનામું રજૂ કર્યું હતું.


રેખાબેનની ડિગ્રીની ભૂલ વાયરલ થઈ 
બીજી તરફ, બનાસકાંઠા ભાજપના ઉમેદવાર રેખાબેનના ફોર્મમાં BSC અને MSC વચ્ચેના બે વર્ષના અંતરમાં ભૂલ હતી. જેમાં રેખાબેન ચૌધરીએ BSC વર્ષ 2000ની સાલમાં પૂર્ણ કરેલ અને MSC વર્ષ 2001માં પૂર્ણ કરેલ દર્શાવ્યું હતું. જોકે રેખાબેને 1 વર્ષમાં MSC કેવી રીતે પૂરું કર્યું તેને લઈને સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ થયા હતા. જેને લઈને રેખાબેન ચૌધરીએ નવા સોગંધનામું રજૂ કરી BSC વર્ષ 1999 અને MSC વર્ષ 2001માં પૂરું કર્યાનું સુધારી તેમજ જુના સોગંધનામમાં PHD વર્ષ 2023માં પૂરું કર્યાની જગ્યાએ 2022માં દર્શાવીને ફોર્મ સુધારીને ભર્યું છે.


ભાજપના ગળે હાડકું ભરાયું : પાટીદારોને સાચવવામાં ક્ષત્રિય વોટ ગુમાવશે


ગેનીબેન પાસે 40 વીઘા જમીન અને 3 બંગ્લા ક્યાંથી આવ્યા 
તો બીજી તરફ, પાલનપુરના પૂર્વ ધારાસભ્ય રેખાબેન ખાણેચાએ કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર ઉપર આક્ષેપ કર્યા છે. તેમણે કહ્યું કે, મારે ગેનીબેનને પૂછવુ છે કે એમને 4 -4 વખત એફિડેવિટ શા માટે કરાવવું પડ્યું કઈ વસ્તુ તેમને છુપાવવી હતી. ગઈ વખતે તેઓ ચૂંટણી લડ્યા હતા ત્યારે તેમની જે પ્રોપર્ટી હતી તેમાં તેમને પ્રોપર્ટી નીલ બતાવી હતી. જોકે હાલમાં તેમને એફિડેવિટ કર્યું તેમાં તેમને 40 વિઘા જમીન બતાવી છે. એ પ્રચાર કરે છે તેમાં એમ બોલે છે કે મારી પાસે 3 વીધા જમીન છે, તો આ 40 વિઘા જમીન એમની પાસે ક્યાંથી આવી. આ અમે નથી બોલતા તેમનું એફિડેવિટ બોલે છે. એમની પાસે ભાભરમાં 3 બાંગલા છે, 2 ગાડીઓ છે, અને સોના ચાંદી તો એમને કિલોમાં બતાવી છે તો આ બધી વસ્તુઓ એમની પાસે ક્યાંથી આવી. એમના કોઈ કારખાનાં કે ફેક્ટરી ચાલતી નથી કે તેમનો કોઈ મોટો બિઝનેસ નથી કે એના કારણે એ આટલી પ્રોપર્ટી વસાઈ શકે. એમની પાસે 40 વીધા જમીન છે તે ભાભરના અબાસણા અને ડેકવાડીમાં આવેલી છે અને દિયોદરના કોતરવાડામાં પણ તેમની જમીન છે, તો પાટણના સાંતલપુરના ગાઢવા ગામમાં તેમજ સુઇગામના મોરવાડામાં જમીન આવેલી છે એ એમને એફિડેવિટમાં દર્શાવ્યું છે. ગેનીબેન તેમના ભાષણમાં કહે છે કે હું ગરીબ ઘરની બહેન છું તો એ ગરીબ હોય તો આટલું બધું તેમની પાસે ન હોય. એ કહે છે કે હું ઝૂંપડામાં રહેતી હતી તો હવે એમની પાસે 3 -3 બંગલા ક્યાંથી આવ્યું. વાવની પ્રજા કહે છે કે ગેનીબેનને દારૂ ના હપ્તા આવતા હતા તેમાંથી તેમને આટલી પ્રોપર્ટી વસાવી છે. ભાભરમાં કોન્સ્ટેબલ પાસે દારૂનો હપ્તો માંગતા તેને આત્મહત્યા કરી હતી. તો લોકોને ગેનીબેન શા માટે ગુમરાહ કરી રહ્યા છે. 


બે શાતિર ચોરની ક્રાઈમ કુંડળી ખૂલતા જ સુરત ક્રાઈમ બ્રાન્ચ ચોંકી, 50 ચોરીના ભેદ ખૂલ્યા