જુનાગઢઃ ગરવો ગઢ ગિરનાર જે ગુજરાત જ નહીં પણ સમગ્ર ભારતની એક અલગ ઓળખ છે. તે ગિરનારની ટોચ પર આવેલા અંબાજી મંદિરના મહંતનું નિધન થતાં નવા ગાદીપતિ કોણ તેને લઈ ભારે વિવાદ થયો...ગાદીપતિ બનવા માટે અલગ અલગ ત્રણ જૂથ સામ સામે આવી ગયા છે...મહંત તનસુખ ગીરી બ્રહ્મલીન થતાં જ ત્રણેય જૂથે પોત પોતાની રીતે દાવા કર્યા છે...ત્યારે જુઓ સિંહાસન માટે સામ સામે આવી ગયેલા ભગવા ધારીનો આ ખાસ અહેવાલ....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મંદિરની ગાદી મેળવવા શરૂ થયો ગજગ્રાહ
ગરવા ગઢ ગિરનારનો ઈતિહાસ જેટલો વાગાળિયો તેટલો ઓછો છે...જેટલા ગુણગાન ગિરનારના ગાઈએ તેટલા ઓછા છે...જ્યાં સનાતનની પતાકા વર્ષોથી લહેરાઈ રહી છે અને ભગવો વેશ ધારણ કરીને સંત-મહાત્માઓએ પોતાની ધૂણી ધખાવી છે તે ગિરનાર જેટલો ઊંચો છે તેટલો જ અનેક ઈતિહાસ પોતાની અંદર દબાવીને બેઠો છે...આ જ ગિરનારને ટોચ પર આવેલું મા અંબાનું મંદિર...જેને અંબાજી મંદિરના નામથી વધારે ઓળખવામાં આવે છે...અંબાજી મંદિરના મહંત તનસુખગીરી મહારાજ બ્રહ્મલીન થતાં હવે તેમની ગાદી પર કોણ બેસશે તેને લઈ જોરદાર વિવાદ થયો છે...જેણે ભગવો વેશ ધારણ કરીને સત્તા અને મોહમાયા ત્યાગી દીધી છે તે ભગવાધારી વચ્ચે જ ગાદી માટે જોરદાર ગજગ્રાહ જોવા મળી રહ્યો છે...તો જે મહંત બ્રહ્મલીન થયા તેમનો પરિવાર પણ હવે ગાદી મેળવવા માટે જાણે યુદ્ધે ચડ્યો હોય તેમ લાગી રહ્યું છે....


શું છે આ સમગ્ર વિવાદ
સૌથી પહેલા તો આ સમગ્ર વિવાદને સમજી લો....અંબાજી મંદિરના મહંત તનસુખગીરી મહારાજ બ્રહ્મલીન થતાં ભવનાથ મંદિરના મહંત હરીગીરી, ઈન્દ્રભારતી બાપુ અને દત્તાત્રેય મંદિરના મહંત મહેશગીરી વચ્ચે વિવાદ થયો...હરીગીરી અને ઈન્દ્ર ભારતી બાપુ એક જ જૂથમાં છે...જ્યારે મહેશગીરીનું અલગ જૂથ છે...તો ગાદી માટે ત્રીજુ જૂથ તનસુખગીરી મહારાજના પરિવારનું છે....ત્રણેય જૂથને ગાદી જોઈએ છે તેના કારણે જ સમગ્ર વિવાદ થયો છે...હરિગીરી અને ઈન્દ્રભારતી બાપુના જૂથે મહેશગીરી પર ખોટી રીતે તનસુખગીરીના સહી સિક્કા લઈ લીધાનો આરોપ લગાવ્યો....તો સહી-સિક્કાનો આ વિવાદ શું છે તે તમે જાણી લો...


શું છે વિવાદ?
હરીગીરી, ઈન્દ્રભારતી બાપુ અને મહેશગીરી વચ્ચે વિવાદ થયો
હરીગીરી, ઈન્દ્ર ભારતી બાપુનું એક જૂથ, મહેશગીરીનું અલગ જૂથ
ગાદી માટે ત્રીજુ જૂથ તનસુખગીરી મહારાજના પરિવારનું છે
ત્રણેય જૂથને ગાદી જોઈએ છે તેના કારણે જ સમગ્ર વિવાદ થયો છે


તનસુખ ગીરી બાપુ બ્રહ્મલીન થતાં તેમના સ્થાને ગાદીપતિ બનવા માટે અને કદાચ કોઈ મિલકતના કાગળ પર સહી-સિક્કા કરાવી લેવામાં આવ્યા હોવાનો આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે...જેની પર સિહી સિક્કા કરાવી લેવાનો આરોપ લાગ્યો તે મહેશગીરી બાપુએ પણ મીડિયા સામે આવીને ખુલ્લીને નિવેદન આપ્યું...તે પણ તમે સાંભળી લો....


આ પણ વાંચોઃ જીરૂ, વરીયાળી, ધાણા, મેથી, અજમો અને સુવા પાકના વાવેતર સમયે આ વાતનું રાખો ધ્યાન


તો આક્ષેપ અને પ્રતિઆક્ષેપ બે ભગવા ધારી સંતો વચ્ચેનો હતો...પરંતુ બે જૂથ વચ્ચેના આ વિવાદમાં હવે ત્રીજા જૂથની એન્ટ્રી થઈ...આ જૂથ એટલે જે મહંત બ્રહ્મલીન થયા તેમના પરિવારજનો...જે પરિવારજનો પહેલા હરિગીરી અને ઈન્દ્રભારતી બાપુના જૂથની સાથે હતા અને દ્રશ્યોમાં નજરે પણ પડ્યા હતા...તે તમામ પરિવારજનો હરિગીરી અને ઈન્દ્રભારતી બાપુ જૂની સામે આવી ગયા અને પોતાના પરિવારમાં ગાદી આપવામાં આવે તેવી માંગ કરી...એટલું જ નહીં જોરદાર હોબાળો પણ મચાવ્યો અને જો ગાદી નહીં સોંપવામાં આવે તો આત્મવિલોપન કરવાની ચીમકી આપી...બ્રહ્મલીન તનસુખગીરી બાપુના પરિવારમાંથી કોણે શું કહ્યું તે પણ તમે સાંભળી લો....


તો જે અંબાજી મંદિરની ગાદી માટે આ ત્રણેય જૂથ એકબીજાની સામ સામે થઈ ગયા છે...તે મંદિરનો ઈતિહાસ પણ તમે જાણી લો...અંબાજી મંદિર સોલંકી વંશમાં વાસ્તુપાલે 13મી સદીમાં બંધાવ્યું હતું, જમીનથી લગભગ 3300 ફુટની ઉંચાઈ પર આવેલું છે મંદિર, અંબાજીનું મંદિર ગુર્જર ઢબનું પશ્ચિમાભિમુખ મંદિર છે, ભગવાન શિવ ભવનાથ રૂપે અને પાર્વતી અંબાભવાની રૂપે અહીં વસે છે...આ જ મંદિરની ગાદી માટે જે વિવાદ ચાલી રહ્યો છે તેનો સુખદ અંત આવવો જોઈએ...ત્યારે જોવાનું રહેશે કે આગળ શું થાય છે...


શું અંબાજી મંદિરનો ઈતિહાસ? 
અંબાજી મંદિર સોલંકી વંશમાં વાસ્તુપાલે 13મી સદીમાં બંધાવ્યું હતું
જમીનથી લગભગ 3300 ફુટની ઉંચાઈ પર આવેલું છે મંદિર
બાજીનું મંદિર ગુર્જર ઢબનું પશ્ચિમાભિમુખ મંદિર છે
ભગવાન શિવ ભવનાથ રૂપે અને પાર્વતી અંબાભવાની રૂપે અહીં વસે છે