ચેતન પટેલ/સુરત :ડુમસ ચોપાટી ગોલ્ડન બીચ પર મકાઈ વેચતી મહિલાની સમયસૂચકતાને કારણે 11 વર્ષની બાળકી બળાત્કારનો ભોગ બનતા બચી છે. વેસુના નેપાળી દંપતીની 11 વર્ષની દીકરીને એક શખ્સ હોટેલમાં જમવા લઈ જવાની લાલચ આપી બાઇક પર ડુમસ લઈ ગયો હતો. તેણે ચાલુ બાઇકે અપડલાં પણ કર્યાં હતાં. ચોપાટી ગોલ્ડન બીચ પર ઝાડીમાં લઈ જઈ નરાધમ રેપ કરવાનો પ્રયાસ કરતા જ ત્યાં મકાઈ વેચતી મહિલા આવી ગઈ હતી. બીજી તરફ મહિલાને કિશોરીની ઉંમર જોઇને પણ શંકા જતાં તેમણે એક હોમગાર્ડને આ અંગે જાણ કરતા નરાધમની ધરપકડ કરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતમાં એક શખ્સે સગીરાને વેસુથી ઉપાડી ડુમસમાં દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો. ડુમસ પર મકાઈ વેચતી મહિલાએ કિશોરીને બચાવી લીધી હતી. તેણે હોમગાર્ડ્સને તાત્કાલિક બોલાવ્યા હતા અને આરોપીને પકડાવીને  ડુમસ પોલીસને સોંપી દેવાયો હતો. વેસુ પોલીસે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. 35 વર્ષના નરાધમે ગરીબ પરિવારની 11 વર્ષની કિશોરીને મેગીની લાલચ આપીને વેસુથી ઉપાડી હતી. ત્યારબાદ તેને ડુમસની ઝાડીઓમાં લઈ જઈને દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ નરાધમે અહીંયા પોલીસે આવે છે એવું પૂછતાં મહિલાને શંકા ગઈ હતી. જેના કારણે તેણે હોમગાર્ડ્સને બોલાવીને વેસુ પોલીસને સોંપી દીધો હતો.    


આ પણ વાંચો : રક્તરંજિત મંગળવાર : વડોદરા હાઈવે પર બસ-ટ્રેલર અકસ્માતમાં 6 મુસાફરોના મોત 


બન્યુ એમ હતું કે, સુરતના ઉધના વિસ્તારમાં રહેતી 11 વર્ષની કિશોરીને તેના ઘર નજીક જ રહેતો દિપક ચાવલા હોટલમાં જમવા માટે કહી પોતાની સાથે લઈ ગયો હતો. જ્યાં આરોપી દિપક કિશોરીને ડુમસ લઈ આવ્યો હતો. તેણે ચાલુ બાઇકે અપડલાં પણ કર્યાં હતાં. ચોપાટી ગોલ્ડન બીચ પર ઝાડીમાં તે પહેલા જ તેને એક મકાઈ વેચતી મહિલાને પૂછ્યું હતું કે અહીં પોલીસ આવે છે કે કેમ ત્યારે આ મહિલાને આ નરાધમ પર શંકા ગઈ હતી. બીજી તરફ મહિલાને કિશોરીની ઉંમર જોઇને પણ શંકા ગઈ હતી. જેથી મહિલાએ તાત્કાલિક ધોરણે હોમગાર્ડને આ અંગે જાણ કરી હતી. જ્યાં હોમગાર્ડે આ નરાધમને ઝાડીમાંથી બહાર કાઢી કિશોરીને બચાવી હતી. 


કિશોરી અને આરોપી બંનેને પોલીસ મથકે લઈ જવાયા હતા. નરાધમને પોલીસ સ્ટેશને લઈ જઈ પૂછપરછ કરી હતી. જેમાં કિશોરી અને આરોપી બંનેના નિવેદનો વિરોધાભાસી આવ્યા હતા. આથી પોલીસે ઉપરી અધિકારીને પણ જાણ કરી હતી. પછી કિશોરીના પરિજનોને બોલાવાયા હતા, જેમાં ખબર પડી હતી કે, આરોપી કિશોરીને જમવાની લાલચ આપી વેસુથી બાઇક પર બેસાડી લાવ્યો હતો. પોલીસે શી-ટીમની સાથે બાળકીને વેસુ પોલીસ સ્ટેશને મોકલી હતી. જ્યાં બાળકીના પરિવારે ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે દીપક સત્યનારાયણ ચાવલા સામે છેડતી અને પોક્સો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. આ ગુનામાં વપરાયેલી બાઇક પણ કબજે લીધી છે. તપાસ દરમિયાન આરોપી અપરિણીત હોવાનું સાથે સાડીની મજૂરી કરતો હોવાનું બહાર આવ્યું હતું.