વલસાડ : જિલ્લામાં ધીમી ગતિએ કરોના પગપેસારો કરી રહ્યો છે જિલ્લા માં છેલ્લા દસ દિવસમાં 3 જેટલા શિક્ષકો કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દ્વારા સાવચેતીના ભાગરૂપે સ્કૂલો બંધ કરાઈ શિક્ષકો પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ ચિંતામાં વધારો થયો છે. હાલ તો આ સમાચાર વહેતા થયા સમગ્ર જિલ્લા આરોગ્ય તંત્રમાં ફફડાટ વ્યાપી ચુક્યો છે. તંત્ર દોડતું થયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

VADODARA: લાખો રૂપિયાની ચોરીનો કેસ પોલીસે એટલી સ્માર્ટનેસથી ઉકેલ્યો કે તમે પણ કહેશો વાહ!


રાજ્યના છેવાડે ગુજરાત અને મહારાષ્ટ્ર બોર્ડર નજીક આવેલા વલસાડ જિલ્લામાં હવે ધીમી ગતિએ કોરોના પોતાનો પગપેસારો કરી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા દોઢ વર્ષ બાદ ફરી એક વખત સ્કૂલો શરૂ કરવામાં આવી છે ત્યારે એક જ મહિનામાં સ્કૂલોમાં હવે ધીરે-ધીરે કોરોના પોતાનો પગપેસારો કરી રહ્યો છે. જિલ્લાની બે જેટલી શાળાઓમાં કુલ 3 શિક્ષકો પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દોડતું થઇ ગયું હતું. આરોગ્ય વિભાગ અને શિક્ષણ વિભાગ દ્વારા બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને શિક્ષકો પોઝિટિવ આવેલી શાળાઓમાં તપાસ હાથ ધરવામાં આવી છે. 


સોખડા સ્વામિનારાયણ મંદિરના વિવાદનો આવ્યો અંત, આ મહંત બનશે નવા ગાદીપતિ


બાળકોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખીને બંને શાળાઓ એક અઠવાડિયા માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. આરોગ્ય વિભાગ દ્રારા શિક્ષકોના સંપર્ક માં આવેલ તમામ બાળકો અને ટીચરોનું સ્ક્રીનિગ કરવામાં આવી રહયું છે. તો બીજી તરફ શિક્ષણ વિભાગ દ્વારા બંને સ્કૂલો નોટિસ આપવામાં આવી છે. શિક્ષકો કોરોના પોઝિટિવ આવતા બાળકોના પરિવારો તથા આરોગ્ય વિભાગમાં એક ચિંતાનો માહોલ જોવા મળી રહ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube