લક્ષ્મણ રેખા બનાવીને ઘરમાં બેસશો તો જ કોરોનાની ચેઈન તેડી શકશો, રાજકોટ પોલીસનો નવો સંદેશ
- રાજકોટમાં કોરોનાની ચેઇન તોડવા નવતર પ્રયોગ, રસ્તા પર ચિત્રો દોરી લોકોને ઘરમાં રહેવાનો અપાયો સંદેશ
- લોકોને જાગૃત કરવા રાજકોટ પોલીસનો અભિગમ વખાણવાલાયક છે. જે કામ શબ્દો નથી કરતા શક્યા, તે પેઈન્ટિંગ કરશે
ગૌરવ દવે/રાજકોટ :રાજકોટમાં કોરોનાનું સંક્રમણ વધતા હવે જાગૃતિ માટે રસ્તા પર ચિત્ર દોરી વેક્સીન જાગૃતિ અને ઘરે રહોના સ્લોગન સાથેનો નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન દ્વારા પણ કોરોના સંક્રમણ અટકાવવા વેક્સીન લેવા તેમજ માસ્ક પહેરવા અંગે લોકોને જાગૃત કરવા માટે એક નવતર પ્રયોગ અપનાવ્યો છે.
કોરોનાની ફેમિલી બન્ચિંગ સ્ટાઈલ પર ગુજરાત આવેલી કેન્દ્રની ટીમે કહ્યું કે...
ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનનો નવતર પ્રયોગ
રાજકોટમાં ચિત્રનગરીના કલાકારો દ્વારા 150 ફૂટ રિંગ રોડ, ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન સામે આ ચિત્રો બનાવાયા છે. ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર ખુમાનસિંહ વાળા દ્વારા કોરોના જાગૃતિ માટે રોડ પર બે ચિત્ર બનાવવામાં આવ્યા છે. એક ચિત્ર વેક્સીન જાગૃતિ માટે છે. અને બીજું ચિત્ર એક નાની બાળકી બે હાથ જોડેલી છે, જે પોતાના વડીલોને કહે છે કે, તમારા બાળક માટે "માસ્ક પહેરો" અને "ઘરે રહો".
‘અવેલેબલ’નું બોર્ડ મારતા જ ઝાયડસ હોસ્પિટલની બહાર રેમડેસિવિર લેવા ફરી લાંબી લાઈનો પડી
રાજકોટમાં 24 કલાકમાં 529 કેસ
ચિત્ર નગરીના કલાકાર રૂપલબેન સોલંકી,લલિત ભાઈ માલવિયા, જય દવે અને શિવમ અગ્રવાલ દ્વારા આ ચિત્રો બનાવવામાં આવેલ છે. ઉલ્લેખનીય છે કે, 24 કલાકમાં ગુજરાતમાં રેકોર્ડબ્રેક 5011 કેસ નોંધાયા છે. તેમજ 49 લોકોના મોત નિપજ્યા છે. જેમાં અમદાવાદમાં 1440 કેસ, સુરતમાં 1152 કેસ, રાજકોટમાં 529 કેસ અને વડોદરામાં 445 કેસ નોંધાયા છે. રાજકોટ કલેક્ટરના કમાન્ડો કોરોના પોઝિટિવ આવ્યા છે. રાજકોટમાં બે દિવસ CM/DY.CM સહિતના આગમન મિટિંગો બાદ કમાન્ડોએ ટેસ્ટ કરાવતા સિવિલમાં પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. કલેક્ટરના કમાન્ડો જયરાજસિંહ જાડેજા કોરોનાથી સંક્રમિત થતાં ક્લેક્ટર કચેરીમાં ફફડાટ ફેલાયો છે.
બ્રહ્મલીન થયા મહામંડલેશ્વર વિશ્વંભર ભારતીજી મહારાજ, ભક્તોમાં શોકની લાગણી ફેલાઈ
સૌરાષ્ટ્ર યુનિમાં બનશે કોવિડ કેર સેન્ટર
રાજકોટમાં આજે સૌરાષ્ટ્ર યૂનિવર્સિટીમાં કોવિડ કેર સેન્ટર શરૂ થશેં. કોરોનાના સામાન્ય લક્ષણોવાળા દર્દીઓને નિઃશુલ્ક સારવાર આપવામાં આવશે. સૌરાષ્ટ્ર યૂનિવર્સિટીમાં 150 બેડનુ આ કોવિડ સેન્ટર રહેશે. જેમાં પ્રથમ તબક્કે 50 બેડ મૂકાશે, જેના બાદ જરૂરિયાત મુજબ કોવિડ સેન્ટરમાં સુવિધા અપાશે.