સુરત : શહેરમાં કોરોનાના કેસ અને મોતમાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે. છેલ્લા 16 દિવસમાં કોરોના વધુ ઘાતક બન્યો છે. જેમાં છેલ્લા 16 દિવસમાં જ સુરત શહેર જિલ્લામાં વધારે 4207 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 207 કોરોના દર્દીનાં મોત નિપજ્યાં છે. જેથી લોકડાઉન, અનલોક-1 અને અનલોક -2 વધારેને વધારે ખતરનાક બની રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરામાં કોરોના મહામારી બાદ આત્મહત્યાના કિસ્સા વધ્યા, 51 લોકોએ જીવન ટૂંકાવ્યું

શહેરમાં કોરોનાનુ સંક્રમણ સતત વધી રહ્યું છે, ત્યારે મહાનગરપાલિકાના જણાવ્યા અનુસાર શહેર જિલ્લામાં પોઝિટિવ કેસનો આંક 9467 પર પહોંચ્યો છે. આ સાથે શહેર અને જિલ્લામાં મૃત્યુઆંક 401 પર પહોંચી ચુક્યો છે. ગત્ત રોજ શહેરમાંથી 151 અને જિલ્લામાંથી 29 મળીને કુલ 180 દર્દીઓ રિકવર થયા.જેથી કુલ રિકવર થનાર દર્દીઓની સંખ્યા 5870 પર પહોંચી ગઇ છે. 


આજના અપડેટ્સ : રાજકોટમાં 26, બોટાદમાં 5 નવા કેસ નોંધાયા

શહેર જિલ્લામાં હાલ 9467 કેસ થઇ ચુક્યા છે. જેમાં 31 મે સુધીમાં 18.22 ટકા 1725 કેસ નોંધાયા હતા.  જ્યારે જુન મહિનામાં 37.34 ટકા 3535 કેસ નોંધાયા હતા. જ્યારે જુલાઇ મહિનામાં માત્ર 16 દિવસમાં 44.43 ટકા 4207 કેસ થઇ ચુક્યા છે. આવી જ રીતે મોતનો આંકડો 401 પર પહોંચી ગયો છે. જેમાં 31 મે સુધીમાં 17.95 ટકા 72ના મોત થયા હતા. જુન મહિનામાં 30.42 ટકા 122 મોત થયા હતા. જ્યારે 1 જુલાઇથી 16 જુલાઇ સુધીમાં 50.12 ટકા 201ના મોત થયા છે.