Corona Breaking: ગુજરાતમાં કોરોનાએ આજે ફરી સદી ફટકારી, જાણો ક્યા કેટલા નોંધાયા પોઝિટીવ કેસ
ગુજરાતમાં આ સાથે જ કોવિડ 19થી સાજા થવાનો દર 99.11 ટકા નોંધાયો છે. રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગત જાણીએ તો રાજ્યાં હાલ કુલ 435 કોરોના કેસ એક્ટિવ છે. જેમાંથી 4 લોકો વેન્ટીલેન્ટર પર છે. જ્યારે 431 લોકોની હાલત સ્ટેબલ છે.
ઝી બ્યુરો/અમદાવાદ: ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં 16 માર્ચના રોજ કોરોનાના નવા 119 કેસ નોંધાયા છે. જ્યારે આજે 20 દર્દીઓ સાજા થઈને પોતાના ઘરે પરત ફર્યા છે. આ સાથે જ અત્યાર સુધી 12,66,801 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી દીધી છે.
ગુજરાતમાં વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાઈ, આ વિસ્તારોમાં આગામી 5 દિવસ ખુબ જ ભારે!
ગુજરાતમાં આ સાથે જ કોવિડ 19થી સાજા થવાનો દર 99.11 ટકા નોંધાયો છે. રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગત જાણીએ તો રાજ્યાં હાલ કુલ 435 કોરોના કેસ એક્ટિવ છે. જેમાંથી 4 લોકો વેન્ટીલેન્ટર પર છે. જ્યારે 431 લોકોની હાલત સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધી 11047 લોકોના મોત ચૂક્યા છે.
ગુજરાતના વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી કે કોલેજમાં નહિ જવું પડે, શરૂ કરાશે ડિજીટલ યુનિ.
ગુજરાતમાં નોંધાયેલા કોરોના કેસની વાત કરીએ તો અમદાવાદમાં 1, અમદાવાદ કોર્પોરેશનમાં 62, અમરેલી 4, આણંદ 2, ભરૂચ 2, ભાવનગર કોર્પોરેશન 3, ગાંધીનગર 1, ગાંધીનગર કોર્પોરેશનમાં 1, મહેસાણામાં 9, નવસારી 1, પોરબંદર 1, રાજકોટમાં 3, રાજકોટ કોર્પોરેશનમાં 10, સાબરકાંઠા 2, સુરત 3, સુરત કોર્પોરેશનમાં 10, વડોદરા કોર્પોરેશનમાં 4 કેસ નોંધાયા છે આ સાથે જ કુલ 119 કેસ નોંધાયા છે.