વડોદરા : કોરોના વાયરસે (Coronavirus) સમગ્ર દેશમાં હાહાકાર મચાવ્યો છે. સાંજે સાડાસાત વાગ્યાની આસપાસ રાજ્યના આરોગ્ય સચિવ શ્રીમતી જયંતી રવિએ પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું જેમાં તેમણે રાજ્યમાં આજે નોંધાયેલા કેસની અંગેની તમામ વિગતો આપી હતી. જો કે ત્યારબાદ મોડી સાંજે વડોદરામાં નવા 17 કેસ નોંધાયા છે. આમ, વડોદરામાં એક જ દિવસમાં કુલ 21 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. વડોદરામાં અત્યાર સુધી કુલ 39 કેસ નોંધાયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોડી સાંજે વડોદરામાં જેમાં નાગરવાડા વિસ્તારમાંથી એકસાથે 17 કેસ આવ્યાં હતાં અને કચ્છમાંથી પણ એક કેસ કોરોના પોઝિટિવ કન્ફર્મ થયો હતો. આમ સરકારની પ્રેસ કોન્ફરન્સ બાદ નવા 18 કેસ આવ્યાં હતાં જેથી રાજ્યમાં 24 કલાકમાં કુલ 94 કેસ જોવા મળ્યાં હતાં. આમ રાજ્યમાં મોડી રાત સુધી કુલ 280 કેસ નોંધાયા છે.


સાંજની પ્રેસ કોન્ફરન્સમાં સત્તાવાર આંકડા જાહેર કરતા સરકારે કહ્યું હતું કે આજે સવારથી સાંજ વચ્ચે રાજ્યમાં કોરોનાના નવા 21 નવા કેસો નોંધાયા છે જેમાંથી અમદાવાદના આઠ કેસ છે.  જયંતિ રવિએ જણાવ્યું હતું કે hotspot વિસ્તારોમાં ટેસ્ટિંગ વધારાયું છે એટલે આ કેસો વધી રહ્યા છે અને હાલમાં પરિસ્થિતિ ચિંતાજનક છે. આ સિવાય પાટણમાં 07, વડોદરામાં 04 અને રાજકોટમાં 02 કેસ નોંધાયા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube