આખરે ગુજરાતના 33માં જિલ્લામાં પણ કોરોનાની એન્ટ્રી થઈ, અમરેલીમાં પહેલો કેસ આવ્યો
ગુજરાતના બાકી રહેલા 33મા જિલ્લામાં પણ હવે કોરોના પહોંચી ગયો છે. અમરેલી જિલ્લામાં કોરોનાની એન્ટ્રી થઈ છે. સુરતથી આવેલા વૃદ્ધાને કોરોના પોઝિટિવ આવ્યો છે. અમરેલી તાલુકાના ટીમ્બલા ગામના 67 વર્ષના વૃદ્ધ મહિલાનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. અમરેલીનું ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે તેમના સેમ્પલ લેવામાં આવ્યા હતા. આથી અમરેલીનું ખેડૂત તાલીમ કેન્દ્ર તાત્કાલિક બંધ કરાયું હતું. તો સાથે જ વૃદ્ધાનુ ચેકઅપ કરનાર ડોક્ટરને પણ ક્વોરેન્ટાઈન કરાયા છે. કોરોના પોઝિટિવ કેસની અમરેલી આરોગ્ય વિભાગ દ્વારા પુષ્ટિ કરાઈ છે. અમરેલી જિલ્લામાં સુરતથી કોરોનાની એન્ટ્રી થઈ ગઈ છે. ગ્રીન ઝોનમાં કોરોનાની એન્ટ્રીથી સ્થાનિક તંત્ર એક્શનમાં આવી ગયું છે, તો સાથે જ લોકો પણ ચિંતિત બન્યા છે.
કેતન બગડા/અમરેલી :ગુજરાતના બાકી રહેલા 33મા જિલ્લામાં પણ હવે કોરોના પહોંચી ગયો છે. અમરેલી જિલ્લામાં કોરોનાની એન્ટ્રી થઈ છે. સુરતથી આવેલા વૃદ્ધાને કોરોના પોઝિટિવ આવ્યો છે. અમરેલી તાલુકાના ટીમ્બલા ગામના 67 વર્ષના વૃદ્ધ મહિલાનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. અમરેલીનું ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે તેમના સેમ્પલ લેવામાં આવ્યા હતા. આથી અમરેલીનું ખેડૂત તાલીમ કેન્દ્ર તાત્કાલિક બંધ કરાયું હતું. તો સાથે જ વૃદ્ધાનુ ચેકઅપ કરનાર ડોક્ટરને પણ ક્વોરેન્ટાઈન કરાયા છે. કોરોના પોઝિટિવ કેસની અમરેલી આરોગ્ય વિભાગ દ્વારા પુષ્ટિ કરાઈ છે. અમરેલી જિલ્લામાં સુરતથી કોરોનાની એન્ટ્રી થઈ ગઈ છે. ગ્રીન ઝોનમાં કોરોનાની એન્ટ્રીથી સ્થાનિક તંત્ર એક્શનમાં આવી ગયું છે, તો સાથે જ લોકો પણ ચિંતિત બન્યા છે.