Corona : અમદાવાદમાં 2 અને વડોદરામાં 1 સહિત ગુજરાતમાં પાંચ કોરોના પોઝિટિવ દર્દીઓ, તમામ દર્દીઓની વિદેશ પ્રવાસની હિસ્ટ્રી
ગુજરાતમાં પણ કોરોનાનો પગપેસારો થઇ ગયો છે. રાજ્યમાં કોરોના પોઝિટિવના કુલ પાંચ કેસ નોધાયા હોવાની ગુજરાતના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ આજે આ અંગે જાહેરાત કરી છે.
ગાંધીનગર : ગુજરાતમાં પણ કોરોનાનો પગપેસારો થઇ ગયો છે. રાજ્યમાં કોરોના પોઝિટિવના કુલ પાંચ કેસ નોધાયા હોવાની ગુજરાતના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું છે કે, અમદાવાદમાં બે, વડોદરા, સુરત અને રાજકોટમાં એક-એક કોરોના પોઝિટિવના કેસ નોંધાયા છે. આ પહેલા આરોગ્ય મંત્રી નીતિન પટેલે જણાવ્યું છેકે, ગુજરાતમાં કેટલાક પોઝિટિવ કેસ હોવાની આશંકા છે. આજે જાહેર થયેલી માહિતી પ્રમાણે અમદાવાદ બે અને વડોદરામાં એક એમ ત્રણ કોરોના કેસ નોંધાયા છે. પ્રાથમિક માહિતી પ્રમાણે આ તમામ દર્દીઓની વિદેશ પ્રવાસની હિસ્ટ્રી છે.
પ્રેમિકાએ બીજા પ્રેમી સાથે મળીને આધેડ પ્રેમીની કરી હત્યા, ઘડ્યો હતો આવો માસ્ટર પ્લાન
વડોદરાની વાત કરીએ તો સ્પેનથી વડોદરા પરત ફરેલા યુવાનની તબિયત લથડતા સયાજી હોસ્પિટલમાં સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું અને આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો. અહીં તેનો કોરોના વાઈરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં રહેતો 39 વર્ષીય યુવાન તાજેતરમાં જ સ્પેન ગયો હતો. જ્યાં તેને સતત 3 દિવસ શરદી-ખાંસી શરૂ થવા સાથે તબિયત લથડતા વડોદરા પરત આવી ગયો હતો. અને મંગળવારે મોડી રાત્રે તે સયાજી હોસ્પિટલમાં દોડી ગયો હતો. હોસ્પિટલ દ્વારા તેનામાં કોરોનાના પ્રાથમિક લક્ષણો જોઇને આઇસોલેશન વોર્ડમાં દાખલ કરી દીધો હતો. આ સિવાય અમદાવાદમાં અમેરિકાથી એક અઠવાડિયા પહેલાં પરત આવેલી યુવતીને કોરોના પોઝિટિવ આવવાથી ફફડાટ મચ્યો છે. હાલમાં તેના પરિવારજનોને પણ ક્વોરેન્ટાઈન કરાયા છે. અમદાવાદનો અન્ય કોરોના પોઝિટિવ દર્દી ફિનલેન્ડથી આવ્યો છે.
વડોદરામાં 'કોરોના લગ્ન' થઇ રહી છે ઠેર-ઠેર પ્રશંસા, જાનૈયાઓનું આ રીતે કરાયું સ્વાગત
ગઈ કાલે પણ ગુજરાતના સુરત અને રાજકોટમાં કોરોના વાયરસના બે કેસ પોઝિટિવ મળી આવ્યા છે. સુરતમાં 21 વર્ષની યુવતીનો કોરોના પોઝિટિવ આવ્યો છે. આ યુવતિ લંડનથી પરત ફરી હતી. યુવતીના પરિવારજનોને પણ કવોરન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે. તો બીજી તરફ રાજકોટના જંગલેશ્વરના વ્યક્તિને કોરોના પોઝિટિવ આવ્યો છે. આ 35 વર્ષનો યુવક સાઉદી અરેબિયાથી પરત આવ્યો હતો. યુવકના પરિવારના 15 લોકોને રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવ્યા છે. આ સિવાય યુવકના પરિવારના ત્રણ સભ્યોને પણ કોરોનાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube