તેજશ મોદી/સુરત :ચૂંટણી રેલીઓ અને સભાઓને કારણે કોરોનાના કેસો વધ્યા છે એવું સુરતીઓએ સરકારને ચોખ્ખેચોખ્ખા શબ્દોમાં સંભળાવી દીધું. સુરતમાં ઠેરઠેર કોરોનાને લઈને પોસ્ટર લગાવવામાં આવ્યા છે. જેમાં સરકાર પર કોરોનાના કેસ વધારવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. સુરતીઓએ પોસ્ટરના માધ્યમથી કટાક્ષમાં કહ્યું છે કે, કોરોનાના કેસ વધારવામાં નંબર વન રહેગા સુરત. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોસ્ટર પરના લખાણથી આક્રોશ વ્યક્ત કરાયો 
સુરતના રાંદેર વિસ્તારમાં કોરોનાને લઈને પોસ્ટર લગાવવામાં આવ્યા છે. જેમાં લખાણ લખાયું છે કે, કોરોના કેસમાં વધારો કરવામાં નંબર 1 બનેગા સુરત. સાથે જ પોસ્ટર પર લખાયું છે કે, ચૂંટણીઓમાં જાહેર સભાઓ અને રેલીઓ કરવા બદલ આભાર. ‘ધનિકોને માફી અને પ્રજાને દંડ, આ છે ગુજરાત મોડલ...’ એવા સૂત્રો લખવામાં આવ્યા છે. આમ, પોસ્ટર પર આક્રોશભર્યા શબ્દો લખવામાં આવ્યા છે. સુરતીઓ દ્વારા આ રીતે લખાણ લખી આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો. પ્રજા પોકારે ત્રાહિમામ પરિવાર ચલાવવા કરવા દો કામ જેવા સૂત્રો લખી આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે. તેમજ નેતાઓને ગોળ અને પ્રજાનો ખોળ કેમ જેવા સવાલો પૂછવામાં આવ્યા છે. જોકે, કોણે આ પોસ્ટર લગાવ્યા તે અંગે કોઈ પુષ્ટી થઈ નથી, પરંતુ પોસ્ટરે હાલ શહેરમાં ચર્ચા જગાવી છે. 


આ પણ વાંચો : પ્રગટાવેલી હોળી પાસે સેનેટાઈઝર લગાવીને જવાની ભૂલ ન કરતા, નહિ તો.... 



સુરતમાં હાલ 30 હજારથી વધુ લોકો હોમ ક્વોરેન્ટાઈન 
ઉલ્લેખનીય છે કે, સુરતમાં કોરોનાના કેસોનો રાફડો ફાટ્યો છે. શહેર-જિલ્લામાં મળીને 760 કેસ છેલ્લા 24 કલાકમાં નોંધાયા છે. તો માત્ર શહેરમાં જ 607 કેસ નોંધાયા છે. તો જિલ્લામાં 153 કેસ નોંધાયા છે. સુરતમાં હાલ 30387 લોકો હોમ ક્વોરેન્ટાઈન છે. તેમજ 720 દર્દીઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સુરતમાં મેયર હેમાલી બોધાવાલાની ગઈકાલે કોરોના સંક્રમિત થયા છે, તો તેમની સાથે અન્ય 5 કોર્પોરેટર પણ કોરોના સંક્રમિત થયા છે. તમામ લોકો હોમ આઈસોલેટ થયા છે. કોર્પોરેટર મનીષા મહાત્મા, રાજન પટેલ, હિમાંશુ રાઉલજી, ગૌરી સાપરિયા અને એકે ધામી પોઝિટિવ થયા છે. 


આ પણ વાંચો : વાડીએ આવેલા 4 શખ્સોને ચા-પાણી કરાવવું અમરેલીના ખેડૂતને ભારે પડ્યું



શાકભાજી માર્કેટ ભરીને કોરોનાને ખુલ્લુ આમંત્રણ 
સુરતમાં એક બાજુ મનપા દ્વારા કોરોના સંક્રમણ અટકાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે, તો બીજી બાજુ શાકભાજી માર્કેટમાં કોરોનાને ખુલ્લુ આમંત્રણ આપવામાં આવી રહ્યું છે. પુણા કુંભારીયા રોડ APMC માર્કેટની સામે લોકોની ભીડ આજે રવિવારે પણ જામી હતી. જોકે કોરોનાને લઈ ગઈકાલે માર્કેટ બંધ કરાયું હતું. પરંતુ આજે રવિવારની સવારે ફરી એ જ ભીડવાળા દ્રશ્યો જોવા મળ્યા.