• 12 માર્ચે મેચ જોઈને આવેલા IIM અમદાવાદના વિદ્યાર્થીઓ સુપર સ્પ્રેડર સાબિત થયા

  • સંક્રમિત વિદ્યાર્થીઓએ IIM અમદાવાદની જગ્યાએ પોતાના ઘરનું એડ્રેસ લખાવ્યુ હતું


અર્પણ કાયદાવાલા/અમદાવાદ :અમદાવાદના આઈઆઈએમ કેમ્પસમાં કોરોનાનો કહેર અટકવાનું નામ નથી લઈ રહ્યો. IIMA કેમ્પસમાં ધીરે ધીરે કરીને કોરોનાના કેસનો આંકડો વધી રહ્યો છે. IIMAમાં 12 દિવસમાં કુલ 45 લોકો કોરોના પોઝિટિવ થયા છે. 26 માર્ચે કેમ્પસમાં પહેલો કેસ આવ્યો હતો, જેના બાદ કોરોનાના કેસનો આંકડો સતત વધી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

IIM અમદાવાદમાં સૌથી પહેલા 26 માર્ચના રોજ 20 કેસ આવ્યા હતા. નવા અને જૂના કેમ્પસમાં 10-10 મળીને કુલ 20 કેસ પોઝિટિવ આવ્યા હતા. જેમાં વિદ્યાર્થીઓ, પ્રોફેસર અને અન્ય સ્ટાફ મળીને 20 લોકો સંક્રમિત થયા હતા. ત્યારે તેના બાદ Amc દ્વારા વિશેષ ટીમો મૂકી સમગ્ર કેમ્પસમાં રેપિડ ટેસ્ટ હાથ ધરાયા હતા. જેના બાદથી કેસ સતત વધ્યા હતા. આ બાદ 40 કેસ થયા હતા. જેના બાદ આજે આંકડો 45 પર પહોંચ્યો છે. 


આ પણ વાંચો : હુરટીઓએ સરકારને સીધેસીધું સંભળાવી દીધું, ‘કોરોનાના કેસ વધારવામાં નંબર 1 રહેગા સુરત’



ક્રિકેટ મેચ જોઈને આવેલા 5 વિદ્યાર્થીઓને કારણે કેમ્પસમાં કોરોના ફેલાયો 
અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 12 માર્ચે મેચ જોઈને આવેલા IIM અમદાવાદના વિદ્યાર્થીઓ સુપર સ્પ્રેડર સાબિત થયા છે. મેચ જોયા બાદ કોરોનાથી સંક્રમિત થયેલા IIMના પાંચ વિદ્યાર્થીઓએ કોરોના થયાની વાત છુપાવી હતી. મેચ જોવા ગયેલા છ પૈકી પાંચ વિદ્યાર્થી કોરોના સંક્રમિત હોવા છતાં પરીક્ષા આપી હતી. સંક્રમિત વિદ્યાર્થીઓએ IIM અમદાવાદની જગ્યાએ પોતાના ઘરનું એડ્રેસ લખાવ્યુ હતું. પાંચ વિદ્યાર્થીઓની બેદરકારીના કારણે IIM અમદાવાદ કોરોના હોટસ્પોટ બન્યું છે. 12 દિવસમાં અમદાવાદ IIMમાં કુલ 45 લોકોને કોરોના થયો છે.


આ પણ વાંચો : મોરવા હડફ પેટાચૂંટણીમાં ભાજપ આ 4 નામોમાંથી એક પર પસંદગીનો કળશ ઢોળી શકે છે