• હોસ્પિટલોના સતત ઘટી રહેલા ભારણને પગલે મ્યુનિ. હેલ્થ વિભાગ દ્વારા 9 જેટલી ડેઝિગ્નેટેડ કરવામાં આવેલી ખાનગી કોવિડ હોસ્પિટલને ડિનોટિફાઇ કરાઈ

  • 7 જેટલી હોટલોમાં તૈયાર કરવામાં આવેલા કોવિડ કેર સેન્ટર પણ ખાલી


ઝી મીડિયા/બ્યૂરો :દિવાળી બાદ ફરી વધેલા કોરોનાના કેસ પર અમદાવાદમાં કાબુ મેળવાયો છે. જેથી છેલ્લા એક સપ્તાહથી કોરોનાના કેસમાં સતત ઘટાડો જોવા મળ્યો છે. કેસ ઘટતા અમદાવાદ (ahmedabad) ની 59 જેટલી ખાનગી હોસ્પિટલોમાં કોરોનાના એકપણ દર્દી વેન્ટિલેટર પર નથી. જ્યારે વેન્ટિલેટર સાથેના 62 ટકા બેડ ખાલી જોવા મળ્યા છે. અમદાવાદની 105 ખાનગી હોસ્પિટલમાં કુલ 3 હજાર 549 જેટલા બેડ છે. જેમાંથી 2 હજાર 445 જેટલા બેડ ખાલી છે. જ્યારે 31 ટકા બેડ ભરાયેલા છે. સૌથી વધુ આઇસોલેશનના 74 ટકા બેડ ખાલી જોવા મળી રહ્યા છે. દિવાળી બાદ અચાનક કોરોનાના કેસમાં ભારે વધારો નોંધાતા તાત્કાલિક બેડની વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. જેમાંથી 7 જેટલી હોટેલોમાં તૈયાર કરવામાં આવેલા કોવિડ કેર સેન્ટર હાલ ખાલી છે. કેસનું સતત ભારણ ઘટતા 9 ખાનગી હોસ્પિટલને કોવિડની યાદીમાંથી દૂર કરાઈ છે. સાથે અમદાવાદમાં કન્ટેઇનમેન્ટ ઝોનમાં પણ ઘટાડો થયો છે.


આ પણ વાંચો : વડોદરામાં મ્યૂકોરમાઈકોસિસ બીમારીની એન્ટ્રી, 7 કેસ આવ્યા 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિવાળી બાદ ગુજરાતમાં અચાનક કોરોનાના કેસોની સંખ્યામાં ઉછાળો જોવા મળ્યો હતો. જોકે રાત્રિ કર્ફ્યૂ બાદ સ્થિતિ ધીરે ધીરે થાળે પડી રહી હોય તેમ આંકડા ધીરે ધીરે ઘટવા લાગ્યા છે. છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં નવા 1075 કોરોના દર્દી નોંધાયા હતા. જેમાં હવે અમદાવાદની પરિસ્થિતિ પણ ધીરે ધીરે કાબૂમાં આવી રહી છે. આહના દ્વારા જે લેટેસ્ટ આંકડા આપવામાં આવ્યા છે, તેમાં હાલ અમદાવાદમાં આ પરિસ્થિતિ જોવા મળે છે. હોસ્પિટલોના સતત ઘટી રહેલા ભારણને પગલે મ્યુનિ. હેલ્થ વિભાગ દ્વારા 9 જેટલી ડેઝિગ્નેટેડ કરવામાં આવેલી ખાનગી કોવિડ હોસ્પિટલને ડિનોટિફાઇ કરવામાં આવી છે, એટલે કે હવે આ હોસ્પિટલોમાં કોવિડ સિવાયની અન્ય બીમારીઓની સારવાર કરવામાં આવશે. બીજી તરફ, 7 જેટલી હોટલોમાં તૈયાર કરવામાં આવેલા કોવિડ કેર સેન્ટર પણ ખાલી છે.


આ પણ વાંચો : ​રાજકોટમાં પતંગ ચગાવતા પહેલા સાવધાન, પોલીસે બહાર પાડ્યું જાહેરનામુ


માઈક્રો કન્ટાઈનમેન્ટ યાદીમાં પણ ઘટાડો
જેમ અમદાવાદમાં કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે, તેમ માઈક્રો કન્ટાઈનમેન્ટ ઝોનમાં પણ ઘટાડો થઈ રહ્યો છે. Amc એ મોડી રાત્રે માઈક્રો કન્ટાઇનમેન્ટની નવી યાદી જાહેર કરી હતી. જેમાં માઈક્રો કન્ટાઇનમેન્ટ વિસ્તાર 50 ની અંદર યથાવત જોવા મળ્યા. છેલ્લાં 24 કલાકમાં એકપણ નવા વિસ્તાર માઈક્રો કન્ટાઇનમેન્ટની યાદીમાં મૂકાયા નથી. તો બીજી તરફ, અગાઉના 11 વિસ્તાર રદ્દ કરાયા છે. શહેરમાં માઈક્રો કન્ટાઇનમેન્ટ વિસ્તારની સંખ્યા હાલ 33 પર પહોંચી છે.